તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Monday, 17th August 2026
રાજકોટ શહેર અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન-શૈક્ષણિક કીટ વિતરણ
ડો.બાબા સાહેબ આંબેડકરજીના પૌત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકર (મુંબઈ) અને સ્વામી ધર્મબંધુજીની ઉપસ્થિતિ

રાજકોટઃ રાજકોટ શહેર અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા આયોજિત ૧૬મો વિદ્યાર્થી સન્માન અને કારકિર્દી માર્ગદર્શન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરમાં વસતા ધો.૮ થી કોલેજ કક્ષાના અનુસૂચિત જાતિના ૧૧૬૬ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમ યાદીમાં જણાવાયું છે.
સમારોહની અધ્યક્ષતા ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂએ કરી હતી. ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર (મુંબઈ) અને સ્વામી ધર્મબંધુજીએ પ્રેરણાદાયી ઉપસ્થિતિ આપી, વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવ્યા હતા.
વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા અમદાવાદથી આવેલા આઈ.જી.પી. મકરંદ ચૌહાણ (આઈ.પી.એસ.), બીજી વખત યુપીએસસી પરીક્ષા પાસ કરનાર જીત નમ્હા (લીંબડી), ઉદ્યોગપતિ જી.જી.ચાવડા (વાપી), શ્રવણકુમાર બુનકર (સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ, રાજકોટ), ભરતભાઈ મારવાડી (ટ્રસ્ટી, શ્યામજી નાનજી મારવાડી સ્મારક ટ્રસ્ટ, મુંબઈ) અને દર્શનભાઈ માંકડ (સીએ) એ પોતાના અનુભવો અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને રજૂ કર્યા હતા.
અતિથિ વિશેષ તરીકે મનુભાઈ ધાધલ (ડિરેક્ટર, જીવન બેંક), ગુલાબભાઈ પરમાર, લલિતભાઈ વાઢેર, બાબુભાઈ ડાભી, પૂર્વ કોર્પોરેટર અમરશીભાઈ મકવાણા, જગદીશભાઈ ભોજાણી, કે.જે.ખાવડુ તથા મહેશભાઈ દાફડા (પીજીવીસીએલ) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ૧૨ અનુસૂચિત જાતિના રમતવીરો સહિત તમામ ૧૧૬૬ વિદ્યાર્થી ભાઈ-બહેનોને શૈક્ષણિક કીટ (સાત ફુલસ્કેપ નોટબુક, કારકિર્દી માર્ગદર્શન અંક, પેન-ફૂડ પેકેટ, મૂલ્યવાન ફોલ્ડર) આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તદુપરાંત, દરેક ધોરણના ટોપ-૩ વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રાવેલ બેગ, સ્ટીલની બોટલ, લંચબોક્ષ અને લેધર ફાઈલ આપી વિશેષ સન્માનિત કરાયા હતા.
આયોજનને સફળ બનાવવા મંડળના પ્રમુખ રાઘવભાઈ પારઘી, ઉપપ્રમુખ સવજીભાઈ ગોહેલ, મંત્રી ડાયાલાલ સોલંકી, સહમંત્રી રમેશભાઈ દાફડા, મોહનભાઈ પરમાર(ઠક્કર બાપા છાત્રાલય) અને ગોવિદભાઈ માવદીયા, ખજાનચી એમ.જે.ચંદે, સંકલનકાર દિવ્યેશ પરમાર, વિશાલ મકવાણા, નીતાબેન મકવાણા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
(2:31 PM IST)










