News of Monday, 17th August 2026
૧૪ વર્ષ પહેલાની લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યોઃ ત્રિપુટી ઝડપાઇ : જુઓ વિડિયો
સિવિલ હોસ્પિટલ ચોક ઠાકર હોટેલ પાછળ ૨૦૧૨માં લાતી પ્લોટના વ્હોરા વેપારીની આંખમાં મરચું છાંટી ૧૨ લાખની રોકડ લૂંટી લેવાઇ હતી : જે તે વખતે સુત્રધાર અબઝલ ઉર્ફે સદામને ભાગબટાઇ વખતે ૨.૫૦ લાખ વધુ લીધા હતાં: તે મામલે ત્રણેય વચ્ચે પોપટપરા વેરહાઉસ પાસે માથાકુટ થતી હતી ત્યારે જ બાતમી મળતાં ટીમ ત્રાટકીઃ અબઝલ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ અને ઇકબાલ શેખની ધરપકડઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર તથા સી. એચ. જાદવની ટીમની કામગીરી : ૧૨ લાખની લૂંટ કર્યા પછી પોપટપરા નાલા પાસે પણ એક લૂંટ કરી હતીઃ અગાઉ પણ ત્રણેય આરોપીઓની જુદા જુદા ગુનામાં સંડોવણી : કનકસિંહ સોલંકી, રાજેશભાઇ ચાવડા, ધર્મરાજસિંહ રાણાની બાતમી પરથી પીએસઆઇ એસ. એમ. રાણા અને ટીમે ગુનો ઉકેલ્યો

લૂંટના ડિટેક્શનની માહિતી આપી રહેલા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાથે પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર અને ઝડપાયેલા ત્રણેય આરોપી જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૭: શહેરના સિવિલ હોસ્પિટલ ચોક નજીક ઠાકર હોટેલ પાછળ આજથી ૧૪ વર્ષ પહેલા લાતીપ્લોટમાં કોસ્મેટીકનો વેપાર કરતાં વ્હોરા વેપારીની આંખમાં મરચાની ભુંકી છાંટી ત્રણ બુકાનીધારી શખ્સો રૂા. ૧૨ લાખની રોકડ લૂંટી નાશી ગયા હતાં. એ-ડિવીઝન પોલીસમાં જે તે વખતે નોંધાયેલા આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી પોપટપરા વિસ્તારના નામચીન શખ્સ સહિત ત્રણને ઝડપી લઇ અઢી લાખની રોકડ કબ્જે કરી વિશેષ તપાસ માટે આરોપીઓને એ-ડિવીઝન પોલીસને સોંપ્યા છે.
જાણવા મળ્યા મુજબ વર્ષ-૨૦૧૨માં સિવિલ હોસ્પિટલ ચોક નજીક આવેલી હોટેલ ઠાકર પાછળ વ્હોરા વેપારી હાતીમભાઇને આંતરી તેમની આંખમાં મરચાની ભુંકી છાંટી ત્રણ શખ્સો રૂા. ૧૨ લાખની રોકડ ભરેલી બેગ લૂંટી ભાગી ગયા હતાં. આ મામલે જે તે વખતે એ-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો. જે તે વખતે ડી. સ્ટાફ ટીમ તેમજ ક્રાઇમ બ્રાંચની તે વખતની ટીમોએ તપાસ કરી હતી. પરંતુ ભેદ ઉકેલાયો નહોતો. દરમિયાન આ ગુનો હવે ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ. એમ. રાણાની ટીમના હેડકોન્સ. કનકસિંહ એમ. સોલંકી, કોન્સ. રાજેશભાઇ ચાવડા અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે ૧૪ વર્ષ પહેલા થયેલી લૂંટની ભાગબટાઇ મામલે ત્રણ શખ્સો પોપટપરા સ્મશાન નજીક માથાકુટ કરી રહ્યા છે.
આ બાતમીને આધારે ટીમે પોપટપરા વેર હાઉસથી આગળ કૈલાસધામ સ્મશાનની સામે આંગણવાડી પાસે નવા બની રહેલા કોમ્પલેક્ષના પાર્કિંગમાં દરોડો પાડી ત્રણ શખ્સોને પકડી લીધા હતાં. પુછતાછમાં પોતાના નામ અબઝલ ઉર્ફે સદામ અહેમદભાઈ દલવાણી (ઉ.વ.૩૭, રહે. પોપટપરા રઘુનંદન સોસાયટી-૫/૧ શક્તિ પાનની બાજુમાં), રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચુડાસમા(ઉ.વ.૪૧, રહે. પોપટપરા, ક્રિષ્નનગર-૧ શક્તિ પાન સામે) અને ઇકબાલ ભીખુભાઈ શેખ (ઉ.વ.૪૦, રહે. પોપટપરા-૧૪નો ખુણો, ભક્તિ કોમ્પલેક્ષ સામે રેલનગર આસ્થા ચોક) જણાવ્યા હતાં. આ શખ્સો પાસેથી રૂ. ૫૦૦ના દરની ૫૦૦ ચલણી કુલ રૂ. ૨,૫૦,૦૦૦ મળી આવ્યા હતાં.
આ ત્રણેયની પુછતાછ થતાં કબુલ્યું હતું કે ૧૪ વર્ષ પહેલા ૨૦૧૨માં આ ત્રણેયએ સાથે મળી વ્હોરા વેપારીની આંખમાં મરચાની ભુકી છાંટી ૧૨ લાખની રોકડની લૂંટ ચલાવી હતી. જે તે વખતે અબઝલે પોતાને વધુ પૈસાની જરૂર હોઇ ભાગ વખતે ૨,૫૦,૦૦૦ વધુ લઇ લીધા હતાં. આ રકમમાંથી હવે ભાગ મેળવવા બાબતે અબઝલ સાથે બાકીના બે ઇકબાલ અને રાકેશ ઝઘડો કરતાં હોઇ આ મામલે ત્રણેય ભેગા થયા હોઇ તેની માહિતી મળતાં ક્રા ઇમ બ્રાંચ ત્રાટકી હતી અને ૧૪ વર્ષ પહેલાની લૂંટનો ભેદ ઉકેલાઇ ગયો હતો.
અબઝલ અગાઉ પ્ર.નગર, ગાંધીગ્રામમાં ચોરી, દારૂ, સહિતના ગુનામાં આને રાકેશ ઉર્ફે બીટુ ચોરવાડ પોલીસમાં ાદરૂના બે ગુનામાં તથા ઇકબાલ પ્ર.નગર, ગાંધીગ્રામમાં જૂગરના ત્રણ કેસમાં પકડાયો હતો. આ ત્રણેયએ ૧૨ લાખની લૂંટ કર્યા પછી પોપટપરા નાલા પાસે પણ એક લૂંટ કર્યાની કબુલાત આપી હતી. જેની તપાસ હવે થશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ તથા ટીમના પીએસઆઇ એસ.એમ.રાણા, એ.એસ.આઈ. અનિલભાઈ સુરેશભાઈ સોનારા, મહેશભાઈ અશોકભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ લાભુભાઈ મેણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ મોબતસિંહ સોલંકી, ગિરિરાજસિંહ સજ્જનસિંહ જાડેજા, સુભાષભાઈ સોંડાભાઈ ઘોધારી, લાલજીભાઈ ભીખુભાઈ હાડગડા તેમજ કોન્સ્ટેબલ રાજેશભાઈ દેવદાનભાઈ ચાવડા, હરપાલસિંહ દલપતસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રામદેવસિંહ રાણા અને નિકુંજભાઈ ધીરૂભાઈ મારવીયાએ આ કામગીરી કરી છે.
(3:32 PM IST)










