News of Monday, 10th August 2026
પરાપીપળિયાથી એઇમ્સ તરફનો રોડ સાવ ભંગારઃ તુર્ત મરામત ન થાય તો આંદોલન
રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઇની રજુઆત

રાજકોટ તા. ૧૦ :.. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડાએ રાજકોટ નજીકના પરાપીપળિયાના પાટિયાથી એઇમ્સ હોસ્પિટલ જવાનો રસ્તો તા. ૧૩ સુધીમાં રીપેર ન થાય તો આસપાસના ગ્રાજમો રસ્તો બંધ કરી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
નાગદાનભાઇ ચાવડાએ રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને પત્ર લખી જણાવ્યું છે, કે રાજકોટ તાલુકાના જામનગર રોડ પર આવેલ પરા પીપળીયા ગામના પાટિયા થી એઇમ્સ હોસ્પિટલ તરફ જવાના રસ્તા પર રોડ વળે ત્યાં ગોલાઈ સુધીનો રસ્તો અતિ બિસ્માર અને ખરાબ હાલતમાં છે.રોડ પર એઇમ્સ હોસ્પિટલ હોવાના કારણે દિવસ અને રાત્રિ દરમ્યાન હજારો લોકો અને નાના મોટા વાહનો અવર જવર કરી રહ્યા હોય અને આજુ બાજુના ગામના લોકોને અને એઇમ્સ હોસ્પિટલ ખાતે જતાં દર્દીને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોડી છે. પરાપીપળીયા ગામ થી એઇમ્સ હોસ્પિટલ તરફ જતાં રોડ વળે ત્યાં ગોલાઈ સુધીના રસ્તાને મરામત કરાવવા તા.૧૩-૦૮-ને ગુરૂવાર સુધીમાં તાત્કાલિક મંજૂરી આપવામાં નહીં આવે તો પરાપીપળીયા તથા ખંડેરી ગામના ગ્રામજનો દ્વારા આ રસ્તો બંધ કરી આંદોલન કરવામાં આવશે તો તાત્કાલિક આ રસ્તાનું સમાર કામ કરવા આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી છે.
(3:58 PM IST)










