News of Saturday, 8th August 2026
લોહાણા કર્મચારી મંડળ દ્વારા યોજાઇ ભકિતસભર નૃત્યનાટિકા‘મારૂ વનરાવન છે રૂડું'

રાજકોટઃ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે જીલ્લા યુવા અને સાંસ્કળતિક કચેરી, રાજકોટના આર્થીક સહયોગથી ભકિતસભર નળત્યનાટિકા ‘‘મારૂ વનરાવન છે રૂડું'' પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ૧૨૦ થી વધુ કલાકારો દ્વારા શ્રી રાધાજીના જીવન ઉપરની આ કલા પ્રસ્તુત કરવામાં આવી. શ્રી રાધાજીના પ્રાગટયથી લઇ વૈકુંઠ પ્રસ્તાવ સુધીના જુદા જુદા પ્રસંગોને અહીંયા સાંકળી લેવામાં આવ્યા હતા. સંગીતસભર આ નળત્યનાટીકાના કાર્યકમમાં અકિલા પરિવારના લોહાણા સમાજના જ્ઞાતિના અગ્રણીઓના આશીર્વાદ અને શુભ સંદેશ લોહાણા જ્ઞાતિના પ્રમુખ રાજુભાઈ પોબારૂ અને રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ દ્વારા પાઠવવામાં આવ્યો હતો.અતિથિવિશેષમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષભાઇ દીહોરા આકાશવાણી કાર્યક્રમ પ્રમુખ પ્રેરકભાઇ વૈદ્ય , ધોળકીયા સ્કુલના ટ્રસ્ટી કળષ્ણકાંતભાઇ ધોળકીયા અને જીતુભાઈ ઘોળકિયા ઉપસ્થીત રહયા હતા. આ નળત્યનાટીકાના કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળની સમગ્ર ટીમ પ્રમુખ ડો. ભાવના શિંગાળા, ઉપપ્રમુખ અલ્પેશભાઈ મિરાણી, મંત્રી જીલેશભાઈ શિંગાળા, ખજાનચી મનીષભાઈ પલાણ સાથે સર્વે કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી રહયા છે. કાર્યક્રમને સફળ બનાવવા સહમંત્રી જીલેશભાઈ શિંગાળા અને ઇન્ટરનલ ઓડીટર રેખાબેન નથવાણી સાથે તમામ કમિટી મેમ્બર અજયભાઈ ગણાત્રા ડો. જુલીબેન અનડકટ, શૈલેષભાઈ ચંદારાણાં, હરેશભાઈ પુજારા ડો. નેહલબેન શિંગાળા શ્રીમતિ જલ્પાબેન પોપટ ગૌરવભાઈ રવેશિયા દીપકભાઈ નાગ્રેચા ચિરાગભાઈ ચોલેરા સચિનભાઈ હરખાણી આશિષભાઈ કોટક ચિરાગભાઈ પોપટ શ્રીમતી જલ્પાબેન તન્ના દુર્ગેશભાઈ નૈનસોનૈયા ભરતભાઈ પાવાગઢીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની ઉદઘોષણા અને સંકલનમાં પ્રમુખ ડો. ભાવનાબેન શીંગાળા અને મહાજન મંત્રી શ્રીમતી રીટાબેન કોટકે સેવાઓ આપી હતી. આ નળત્યનાટીકામાં કળષ્ણ અને રાધા અભિનયે આર્કષણ ઉભુ કર્યુ હતું. કાર્યક્રમના અંતે સર્વે કલાકાર મિત્રોને સન્માનવામાં આવ્યા હતા.
(3:04 PM IST)










