તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 16th June 2026
ભાવનગર રોડ પર સ્ક્રેપની દુકાને ઢળી પડતાં છેલજીભાઇ કુનતીયાનું મોત
ત્રણ દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીનીઃ હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો

રાજકોટ તા. ૧૬: ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશનની બાજુમાં લાખાજીરાજ સોસાયટીમાં રહેતાં છેલજીભાઇ વિઠ્ઠલભાઇ કુનતીયા (ઉ.વ.૪૦) નામના યુવાન સવારે સાડા અગીયારેક વાગ્યે ભાવનગર રોડ પર આલીશાન સ્ક્રેપ નામની દુકાને બેઠા હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર છેલજીભાઇ બે ભાઇમાં નાના હતાં અને ગેરેજમાં કામ કરતાં હતાં. તેને સંતાનમાં ત્રણ દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(2:48 PM IST)










