News of Thursday, 11th June 2026
સમસ્ત રામાનંદી સાધુ સમાજના તારલાઓને સત્કારવા રવિવારે સન્માન સમારોહ : નિઃશુલ્ક ચોપડા વિતરણ

રાજકોટ તા. ૧૧ : સમસ્ત રામાનંદી યુવા સમાજ રાજકોટ દ્વારા સમસ્ત રામાનંદી સાધુ સમાજના રાજકોટમાં વસ્તા તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ - બહેનાનો સત્કાર સમારંભ તથા નિઃશુલ્ક કુલ સ્ક્રેપ ચોપડા વિતરણ સમારોહ તા.૧૪ના રવિવારે બપોરે ૩.૩૦ કલાકે ‘સેવા ભારતી ભવન' મધ્યસ્થ ખંડ પ્રથમ માળ, અમુલ સર્કલ પાસે, એસ.ટી. સ્માર્ટ બસ સ્ટોપ સામે, ભાવનગર રોડ ખાતે યોજેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ માં ઉતીર્ણ થયા હોય તેમાંથી પહેલા, બીજા અને ત્રીજા નંબરના વિદ્યાર્થીનું જાહેરમાં સન્માન કરવામાં આવશે. તેમજ રજીસ્ટ્રેશન કરેલ દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને તદન નિઃશુલ્ક અડધો ડઝન ફૂલ સ્કેપ ચોપડા અપાશે.
ઉપરાંત સમસ્તસ્ત્રી સશક્તિકરણ માટે સમસ્ત રામાનંદી સાધુ સમાજમાંથી આવતા અને કોઇપણ ક્ષેત્રે સમાજ અને દેશનું નામ રોશન કરેલ હોયતેવા ૧૦ વધુ બહેનોનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં સમસ્ત રામાનંદી સાધુ સમાજમાંસ્ત્રી સશક્તિકરણ પ્રત્યે વધુ ધ્યાન આપી ઉમદા કાર્ય થાય તે માટે એક ટીમ ની પણ નિયુક્તિ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં વિવિધ સંતો મહંતો, રાજકીય આગેવાનો તેમજ સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સુચારૂ રૂપે ચાલે તે માટે અલગ અલગ ૧૦ થી વધુ કમિટીઓ બનાવવામાં આવી છે. જેમાં પર સંપૂર્ણ દેખરેખ હિતેશભાઈ રામાવત રાખશે.
કાર્યક્રમમાં સમસ્ત રામાનદી સાધુ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે પ્રમુખ રવિરાજભાઈ રામાવત દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયુ છે. કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર હિરેનભાઈ રામાવત દ્વારા કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત રામાનંદી યુવા સમાજના પ્રમુખ રવિરાજભાઈ રામાવતની આગેવાની હેઠળ જીગ્નેશભાઇ અગ્રાવત, જયદીપભાઈ નિમ્બાર્ક, વિવેકભાઈ નિમાવત, દેવાંગભાઈ નિમાવત, અજયભાઈ દેવમુરારી, રાજનભાઈ દેવમુરારી, અલ્પેશભાઈ અગ્રાવત, અમિતભાઈ વૈષ્ણવ, મયંકભાઈ રામાવત, નેમીશભાઈ ટીલાવત, કિશોરભાઈ નિમાવત, તુષારભાઈ અગ્રાવત, કેયુરભાઈ નિમાવત, જયસનભાઈ દેવમુરારી, હિતેશભાઈ રામાવત, વિમલભાઈ કીલજી, તરુણભાઈ નિમાવત, જયેશભાઈ કુબાવત, રાજુભાઈ કુબાવત, જગદીશભાઈ ટીલાવત, અનંતભાઈ નેનુજી, કરણરાજભાઈ કુબાવત, હરસુખભાઇ દેવમુરારી, ચામુંડરાઈ માધવાચાર્ય, અનિલભાઈ દેવપુરારી, ચંદ્રકાન્તભાઈ લશ્કરી, પ્રવીણભાઈ રામપ્રસાદી, અભિષેકભાઈ રામાનુજ, ભાર્ગવભાઈ દેવમુરારી, મોહિતભાઈ ટીલાવત, રાજભાઈ કુબાવત, શૈલેષભાઈ દેવમુરારી, પ્રીતભાઈ નિમાવત, શ્યામભાઈ દેવમુરારી, રઘુવીરભાઈ નિરંજની, રેનીશભાઈ દેવમુરારી, જગદીશભાઈ અગ્રાવત, પવનભાઈ કુબાવત, ધ્રુવભાઇ રામાનુજ, મોહિતભાઈ નિમ્બાર્ક તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:49 PM IST)










