<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

અઢી વર્ષ પહેલા પોલીસની પરિક્ષાનું પેપર લીક થયું ત્‍યારથી ડીપ્રેશનમાં રહેતાં યુવાને વધુ દવા પી લીધી

રેલનગરમાં રહેતો રાહુલનાથ સોલંકી સારવાર હેઠળઃ સગાએ કહ્યું-લાંબા સમયથી ઘરમાં જ પુરાઇ રહે છે, બહાર પણ નીકળતો ન હોઇ બિમારીઓ પણ લાગુ પડતાં કંટાળી જઇ પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૦: રેલનગરમાં કર્ણાવતી સ્‍કૂલ નજીક મહર્ષિ દયાનંદ સરસ્‍વતિ ટાઉનશીપમાં રહેતાં રાહુલનાથ વિશ્વનાથ સોલંકી (ઉ.વ.૨૭) નામના યુવાને રાતે બિમારીની વધુ પડતી દવાઓ પી લેતાં તબીયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હતો.

રાહુલનાથ ત્રણ ભાઇમાં મોટો છે. તેના પિતા રિક્ષા હંકારે છે. સગાએ જણાવ્‍યું હતું કે રાહુલનાથ અઢી વર્ષ પહેલા પોલીસ ભરતીની તૈયારી કરતો હતો અને પરિક્ષા આપી હતી. પણ એ વખતે પેપર લીક થતાં પરિક્ષા રદ થઇ હતી. આ કારણે તે ત્‍યારથી સતત ડીપ્રેશનમાં આવી ગયો હતો. ફરીથી પરિક્ષા આપવાની તે તૈયારી કરતો હતો. પણ તે મોટે ભાગે ઘરમાં જ પુરાઇ રહેતો હોઇ અને બહાર જ નીકળતો ન હોઇ તેને બ્‍લડપ્રેશર, હરસ સહિતની બિમારીઓ પણ લાગુ પડી ગઇ હતી. આ કારણે તે ટેન્‍શમાં રહેતો હોઇ રાતે પોતાની જ બિમારીની વધુ દવાનો ડોઝ લઇ લેતાં હાલત બગડી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. 

(3:49 PM IST)