News of Tuesday, 7th April 2026
સવા લાખની કિંમતના માદક પદાર્થ મેફેડ્રોન સાથે ર શખ્સોને ઝડપી લેતી એસઓજી
‘say no to drugs' મિશન અંતર્ગત વધુ એક કાર્યવાહી

રાજકોટ, તા,. ૭ : સ્પેશ્યલ ઓપરેશન ગૃપે ‘ સે નો ટુ ડ્રગ્સ' મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ અટકાવવા બાઝ નજર રાખવાનું શરૂ કર્યુ છે. આજે એસઓજીના હેડ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ ગોહીલ અને પોલીસમેન હાર્દિકસિંહ પરમારને મળેલી સંયુકત બાતમીને આધારે યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક નજીકથી બે શખ્સોને ઝડપી લઇ મેફેડ્રોન સહિત ર લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.
એમડી તરીકે ઓળખાતા માદક પદાર્થનું વજન ૪૦.૪ર૦ ગ્રામ જેની કિંમત ૧,ર૧,ર૬૦ આંકવામાં આવી છે. મૌલીક અશોક જેઠવા (ઉ.વ.ર૮) રહે. પ૦૧ અવધ-ર એપાર્ટમેન્ટ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ અને મયુર ઉર્ફે લાલુ ઉર્ર્ફ મેકસ દિલીપભાઇ જાડા (ઉ.વ.ર૮) રહે. પગથીયા શેરી, બીલખા, તા. જી. જુનાગઢ, એકસેસ સ્કુટર ઉપર પસાર થઇ રહયા હતા ત્યારે ઝડપી લઇ તેમના કબ્જામાંથી માદક દ્રવ્યનો જથ્થો કબ્જે કર્યો હતો.
પીઆઇ એસ.એમ.જાડેજાની પુછપરછમાં બંને આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ બહાર આવ્યો છે. મૌલીક જેઠવા ચેઇનની ચીલઝડપ સહિત ૯ ગુન્હામાં અને એક વખત પાસા હેઠળ જેલમાં જઇ ચુકયો છે. જયારે મયુર ઉર્ફે લાલુ ઉર્ફે મેકસ અગાઉ ર૦ર૧ની સાલમાં માદક દ્રવ્ય સાથે ઝડપાયા બાદ જામીન પર છુટયો હતો. મુંબઇ તરફથી આ જથ્થો આવ્યાનું પ્રાથમીક પુછતાછમાં બહાર આવ્યું છે.
(2:48 PM IST)










