News of Friday, 27th March 2026
કાલે લેઉવા પટેલ સમાજના નવનિર્મિત છાત્રાલયનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણઃ કેન્દ્રીય અને રાજયના મંત્રીઓની હાજરીઃ ૬ એકરમાં ૨૦ કરોડના ખર્ચે બોર્ડીંગનું નવનિર્માણ

રાજકોટઃ ધારાસભ્ય જેતપુર-જામકંડોરણા જયેશભાઈ રાદડિયા જણાવે છે કે, રાજકોટ ખાતે કાર્યરત લેઉવા પટેલ બોડિર્ંંગ, બાલાજી હોલ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ-રાજકોટના નવનિર્મિત અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં અનાવરણ સમારોહ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાલે શનિવારના રોજ સાંજે ૪-૩૦ વાગ્યે બોડિર્ંંગ-બાલાજી હોલ સામે ખાતે યોજાનાર છે.
કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાતના કળષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજય કક્ષાના ઉર્જા અને પેટ્રોકેમીકલ મંત્રીશ્રી કોૈશીક પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રહેશે. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પરિવારના તમામ સભ્યો તથા લેઉવા પટેલ બોડિર્ંંગના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવુ ટ્રસ્ટના પ્રમુખશ્રી શામજીભાઈ ખૂંટ, ઉપપ્રમુખ અરવિંદભાઈ તાળા, મંત્રીશ્રી વિનુભાઈ ગઢીયા, ટ્રસ્ટીશ્રી અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા, અંકુરભાઈ ગઢીયા, જગદીશભાઈ ડોબરીયા, ભાવેશભાઈ રાદડિયા, પરેશભાઈ ગજેરા, પ્રવિણભાઈ રાબડિયા, પ્રવિણભાઈ સાવલિયા તથા ચંદુભાઈ ખાપરાનું આમંત્રણ છે. આજે અગ્રણીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ તૈયારીનું નિરીક્ષણ કર્યુ હતું.
લેઉવા પટેલ નુતન કેળવણી મંડળ સંચાલીત આ બોર્ડીંગનું દાતાઓના સહયોગથી નવનિર્માણ કરવામાં આવેલ છે. ૨૦ કરોડના ખર્ચે ૬ એકર જગ્યામાં નવુ અદ્યતન બિલ્ડીંગ બનાવવામાં આવ્યુ છે. લેઉવા પાટીદાર વિદ્યાર્થીઓને આવાસ અને શિક્ષણની ઉતમ સુવિધા મળશે
(3:33 PM IST)










