તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Monday, 16th March 2026
જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોનું શાસન સમાપ્ત : કાલથી અધિકારીઓનું આધિપત્ય
આજે સૌને જયશ્રી કૃષ્ણ, ચૂંટણી પછી વહેલા આવજો, પક્ષના ગુણ ગાવા, સતાનો રસ પીવા, ચુંટાઇ આવે એને લાવજો છેલ્લા દિવસે વિદાયના ભાવભીના દ્રશ્યોઃ કલેકટર અથવા ડી.ડી.ઓ.ને કામચલાઉ વ્યવસ્થા સોંપાય તેવી શકયતાઃ સાંજ સુધીમાં સરકારનો નિર્ણય : સૌનો આભાર માનતા પ્રમુખ

આજે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણીએ પોતાની કચેરીમાં કાર્યકાળના અંતિમ દિવસની ફરજ બજાવી હતી. અધિકારીઓ, કર્મચારીઓ સભ્યો, કાર્યકરો વગેરે સાથે શુભેચ્છાની આપ-લે કરી હતી.
રાજકોટ, તા., ૧૬: સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં ચુંટાયેલા ૩૬ સભ્યોના શાસનકાળનો આજે અંતિમ દિવસ છે. પંચાયત કચેરીમાં વિદાયનો માહોલ જોવા મળે છે. આજે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સભ્યો મોહનભાઇ દાફડા, અર્જુન ખાટરીયા, અગ્રણી કિશન ઠુેંમર વગેરેએ પંચાયત કચેરીમાં પરસ્પર શુભેચ્છાની આપ-લે કરી હતી. આજે સાંજે ચુંટાયેલા બધા સભ્યો ભુતપુર્વ થઇ જશે. પદાધિકારીઓની ચેમ્બરને તાળા લાગી જશે. ચુંટણી પછી નવા શાસકો કાર્યભાર સંભાળે ત્યાં સુધી વહીવટ અધિકારીઓના હવાલે રહેશે.
સરકાર પાસે જિલ્લા પંચાયતોમાં અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર મુકવાનો તેમજ કલેકટર કક્ષાના અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુકત કરવાનો અથવા ડી.ડી.ઓ.ને જ અમુક સતા સોંપી કામચલાઉ વહીવટ ચલાવવાનો વિકલ્પ ખુલ્લો છે. આજે સાંજ સુધીમાં ચુંટાયેલી પાંખના વિકલ્પ અંગેનો હુકમ થઇ જાય તેવા નિર્દેશ છે. પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપનું શાસન હતું. છેલ્લા અઢી વર્ષથી પ્રવિણાબેન રંગાણી પ્રમુખ તરીકે સતારૂઢ છે. આજે તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળનો છેલ્લો દિવસ છે. આજે બંગલા અને ગાડી,ઓફીસ સહિતની સુવિધા પરત કરી દેશે. ટુંક સમયમાં જ ચુંટણી જાહેર થતા આચારસંહિતા લાગુ પડી જશે. ભુતપુર્વ બનનારા સભ્યો ચુંટણીના કામમાં અને અધિકારીઓ ચુંટણીની વ્યવસ્થામાં વ્યસ્ત બનશે. પાંચ વર્ષના શાસનકાળ એકાદ વિવાદને બાદ કરતા શાંતિપુર્ણ રહયો છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતળત્વ દ્વારા મને જે વિશ્વાસ અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી અઢી વર્ષ માટે સોંપવામાં આવી હતી તે બદલ હું આપસૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી,કેન્દ્રીય ગળહમંત્રી શ્રી અમિત શાહજી, રાષ્ટ્રીય ભાજપ અધય્સ શ્રી નિતિન નબીનજી,માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી,નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજી તથા અન્ય વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન અને અપાર વિશ્વાસથી મને આ પવિત્ર જવાબદારી સોંપાઈ. આ સમયગાળા દરમિયાન જિલ્લાના ગ્રામીણ વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, કળષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં નિષ્ઠા અને સમર્પણથી કાર્ય કરવાની તક મળી છે. અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલા સભ્યો વગેરેનાં સહયોગ બદલ આભાર માનું છું.
(4:15 PM IST)










