<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

વોડકા-સ્‍કોચની ૪૪ હજારની બોટલો કારમાં લઇ નીકળેલો ઉત્‍સવ પકડાયો

કુવાડવા રોડ ડી માર્ટ નજીક ૫૦ ફુટ રોડ પર મોડી રાતે કાર્યવાહી બી-ડિવીઝનની ૧૧૨ પીસીઆરના ઇન્‍ચાર્જ વિશાલ મકવાણા અને ટીમની કાર્યવાહીઃ ૫.૯૯ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૯: શહરેના કુવાડવા રોડના ડી માર્ટ નજીક પચાસ ફુટ રોડ પર મામા સાહેબના મંદિર નજીક બી-ડિવીઝન પોલીસે વોચ રાખી વિદેશી દારૂ ભરેલી કાર સાથે કોઠારીયા રોડના શખ્‍સને પકડી લઇ દારૂ, કાર મળી રૂા. ૫,૯૯,૧૬૧નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ બી-ડિવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્‍યારે રાત્રિના સમયે જૂના મોરબી રોડ પરથી પસાર થતી એક શંકાસ્‍પદ કારને આંતરીને તલાસી લેતાં દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ૧૧૨ પીસીઆરના ઇન્‍ચાર્જ પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલભાઇ મકવાણા સહિતનો સ્‍ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે  બાતમી મળી હતી કે સફેદ કલરની હ્યુંડાઈ આઇ-૨૦ કાર જીજે૦૩એમએલ-૬૦૯૮માં  વિદેશી દારૂનો જથ્‍થો ભરીને એક શખ્‍સ જૂના મોરબી રોડથી કુવાડવા રોડ ડી-માર્ટ તરફ જવાનો છે. આ માહિતી મળતા જ ઉચ્‍ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તુરંત જ ૫૦ ફૂટ રોડ પર મામા સાહેબના મંદિર પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન રાતે સવા એકાદ વાગ્‍યે બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઇશારો કર્યો હતો. કાર ઉભી રખાવી ચાલકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ ઉત્‍સવ કનૈયાલાલ અજાગીયા (રહે. ન્‍યુ ગણેશનગર-૪, કોઠારીયા રોડ) જણાવ્‍યું હતું. કારમાં તપાસ કરતાં પોલીસને એબ્‍સોલ્‍્‌યુટ વોડકા, જેએન્‍ડબી સ્‍કોચ સ્‍મીર્નઓફ વોડકાની ૩૧ બોટલો રૂા. ૪૪૧૬૧ની મળી આવતાં તે તથા ૫.૫૦ લાખની કાર કબ્‍જે કરી ઉત્‍સવની ધરપકડ કરી હતી. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં આ કામગીરીમાં વિશાલભાઇની સાથે હેડકોન્‍સ. પ્રકાશભાઇ કોડીયાતર, કોન્‍સ. અજયભાઇ ચોૈહાણ સહિતે કરી હતી. વધુ તપાસ પીએસઆઇ ડી. બી. ગાધે ચલાવી રહ્યા છે.

(12:15 PM IST)