News of Tuesday, 10th March 2026
વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિને પગલે પ્લાસ્ટિક રોપમટીરિયલના ભાવમાં તોતિંગ વધારોઃ રાજકોટની અનેક ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાના આરે
રોપમટીરિયલની અછત અને ભાવવધારાને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર બેવડો મારઃ સરકાર યોગ્ય નિરાકરણ લાવે તેવી રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચર્સ એસોસિએશનની ઉગ્ર માંગ

રાજકોટઃવૈશ્વિક સ્તરે સર્જાયેલી અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ હાલમાં અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સરકારને ઉદ્દેશીને એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, કાચા માલ (રોપમટીરિયલ)ના ભાવમાં પ્રતિદિન થઈ રહેલા વધારા અને સાથે જ સર્જાયેલી અછતને કારણે ઉદ્યોગકારોની હાલત કફોડી બની ગઈ છે.
એસોસિએશનના જણાવ્યા અનુસાર, રોપમટીરિયલના ભાવ આસમાને પહોંચતા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં જે જૂના ઓર્ડરો હાથ પર હતા, તે પૂરા કરવા હવે આર્થિક રીતે પરવડે તેમ નથી. આ ઉપરાંત માલની અછતને કારણે ઘણા પ્લાસ્ટિક એકમો બંધ હાલતમાં આવી ગયા છે. જો આ જ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો મોટા પાયે બેરોજગારી સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
પ્લાસ્ટિક ઉદ્યોગ પર પડેલા આ બેવડા મારને પગલે એસોસિએશનના હોદ્દેદારોએ સરકાર સમક્ષ આ બાબતે તાકીદે હસ્તક્ષેપ કરી યોગ્ય નિરાકરણ લાવવા માંગણી કરી છે. ઉદ્યોગને બચાવવા માટે રોપમટીરિયલના ભાવ પર અંકુશ અને પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત એસોસિએશનના મુખ્ય હોદ્દેદારોઃ રમેશભાઈ ચાવડાપ પ્રમુખ, બાબુભાઈ ડાંગર પચેરમેન, રમેશભાઈ ગજેરાપસેક્રેટરી, ભરતભાઈ પરસાણાપઉપપ્રમુખ, પરેશભાઈ સંદ્યવીપજોઇન્ટ સેક્રેટરી, જયભાઈ પટેલ પટ્રેઝરર, મધુરભાઈ નરસિયાણીપજોઇન્ટ ટ્રેઝરર, દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું અખબારી યાદીના અંતમાં જણાવાયું છે.
(10:42 AM IST)










