<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

અકસ્‍માત નડતાં વ્‍યાજે લીધેલા ૧.૮૦ લાખ સામે વ્‍યાજખોરે ૯ાા લાખની કાર પડાવી લીધી

વ્‍યાજ સહિત મુદ્દલ ચુકવી દેવા છતાં કાર, ટુવ્‍હીલરની આરસી બૂક, કોરા ચેક પાછા ન દીધા : નાના મવા અજમેરા શાષાીનગરમાં રહેતાં કપ બનાવવાનો વ્‍યવસાય ધરાવતાં કિશનભાઇ તોગડીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ભરત ડાહીમા સામે મનીલેન્‍ડ હેઠળ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૬: શહેરમાં વ્‍યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. નાના મવા રોડ શાષાીનગર અજમેરામાં રહેતાં અને ચાના કપ બનાવવાનો વ્‍યવસાય ધરાવતાં યુવાને પોતાને અકસ્‍માત નડતાં પથારીવશ થયો હોઇ સારવાર માટે જરૂર પડતાં એક શખ્‍સ પાસેથી રૂા. ૧,૮૦,૦૦૦ બે કટકે વ્‍યાજેલઇ ૩૦ હજારનું ૨૫૦૦ લેખે અને ૧,૫૦,૦૦૦નું ૭૫૦૦ લેખે વ્‍યાજ ચુકવી દઇ બાદમાં મુડી પણ ચુકવી દીધી હોવા છતાં આ શખ્‍સે વધુ વ્‍યાજ માંગી ૯ાા લાખની કાર, એક્‍સેસની આરસી બૂક અને કોરા ચેક બજળબરીથી પડાવી લઇ હજુ પણ વધુ ને વધુ વ્‍યાજની માંગણી કરતાં યુવાને ફરિયાદ દાખલ કરાવી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે નાના મવા રોડ અજમેરા શાષાી નગર ઇ-૪૦૨માં રહેતાં અને ચાના કપ બનાવવાનો ધંધો કરતાં કિશનભાઇ ગોવિંદભાઇ તોગડીયા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી ભરત ડાહીમા નામના શખ્‍સ વિરૂધ્‍ધ મનીલેન્‍ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

કિશનભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેઓ માતા ગીતાબેન, પત્‍નિ મિતલ અને ૩ વર્ષની પુત્રી ધ્‍યાની સાથે રહે છે. જૂન ૨૦૨૫માં અકસ્‍માત નડતા તેઓ ચાર મહિના સુધી બેડરેસ્‍ટ પર હતા, જેના કારણે તેમનો ચાના કપ બનાવવાનો ધંધો બંધ થઈ ગયો હતો. આર્થિક સંકડામણ અનુભવતા કિશનભાઈએ તેમના મિત્ર પરાગભાઈ મારફતે ભરત ડાહીમાનો સંપર્ક કર્યો હતો.

ભરતે કિશનભાઇનું એક્‍સેસ નં. જીજે૦૩એનસી- ૯૧૩૦ ગીરવે મુકી તા. ૦૮/૧૨/૨૦૨૫ના રૂ. ૩૦,૦૦૦  લીધા હતાં. જેમાં ભરતે રૂ. ૨,૦૦૦ વ્‍યાજ કાપીને માત્ર રૂ. ૨૮,૦૦૦ ઓનલાઇન ટ્રાન્‍સફર કર્યા હતા અને બદલામાં આરસી બૂક, ટીટીઓ ફોર્મમાં સહી અને કોરા ચેક લઇ લીધા હતાં.

કિશનભાઇને વધુ પૈસાની જરૂર પડતાં તેણે તા. ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ પોતાની પનિના નામે રહેલી હ્યુન્‍ડાઇ એક્ષ્ટર કાર જીજે૦૩પીએ-૧૧૧૪ ગીરવે મુકીને રૂ. ૧.૫૦ લાખ પાંચ ટકા વ્‍યાજે લીધા હતા. આ વખતે પણ કારની આરસી બૂક અને ત્રણ કોરા ચેક ભરતે લીધા હતાં.

આમ કુલ ૧,૮૦,૦૦૦ કિશનભાઈએ લીધ તેની સામે ત્રીસ હજારનું ૨૫૦૦ લેખે અને ૧,૫૦,૦૦૦નું ૭૫૦૦૦ લેખે નિયમીન વ્‍યાજ ચુકવ્‍યું હતું.

એ પછી તા. ૧૭/૧૨/૨૫ના રોજ એક્‍સેસ છોડાવવા માટે રૂ. ૩૦,૫૦૦ ચુકવ્‍યા હતા, પરંતુ વ્‍યાજખોરે દસ્‍તાવેજો પછી આપવાનું કહીને ટલ્લે ચડાવ્‍યા હતા. ત્‍યારબાદ, તા. ૨૭/૧૨/૨૦૨૫ના રોજ કિશનભાઈએ  પોતાની કાર પરત મેળવવા માટે રૂ. ૧,૫૭,૫૦૦ મુદ્દલ અને વ્‍યાજ પેટે રોકડા ભરતને ચુકવી દીધા હતા. નાણાં લેતી વખતે ભરતે દસ મિનિટમાં કાર આવી જશે તેમ કહ્યું હતું.  પરંતુ સાડા નવ વાગ્‍યા સુધી ફોન કરવા છતાં કાર પરત આપી નહોતી. આ વ્‍યવહાર વખતે કલ્‍પેશભાઈ અને જયરાજભાઈ નામના વ્‍યક્‍તિઓ પણ હાજર હતા. જયરાજભાઈએ ભરતને કાર પરત કરવા  સમજાવેલ. પરંતુ તે કોઈનું માન્‍યો નહોતો. આ દરમિયાન કિશનભાઈના પલ્‍સર બાઈકની સીટ નીચે રાખેલા રૂ. ૧,૩૦,૦૦૦ પણ ચોરી થઈ ગયા હોવાની શંકાસ્‍પદ ઘટના બની હતી, જેના કારણે તેમણે માતા પાસેથી પૈસા મંગાવીને વ્‍યાજખોરને ચુકવ્‍યા હતાં.

કિશનભાઈએ વધુમાં જણાવ્‍યા મુજબ, તેણે વ્‍યાજ સહિત તમામ રકમ ચુકવી દીધી હોવા છતાં આરોપી ભરત ડાહીમાએ તેમની રૂ. ૯,૫૦,૦૦૦ ની કિંમતની કાર, પાંચ કોરા ચેક અને બંને વાહનોની આરસી બૂક બળજબરીથી દબાવી રાખી છે અને હજુ પણ વ્‍યાજની ઉઘરાણી ચાલુ રાખી છે. તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. ભોજભાઇ મોભે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

 

(3:02 PM IST)