તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Monday, 23rd February 2026
ડિમોલિશનની ગાજઃ વર્ષો જૂનો આશરો છીનવાયો, રસ્તા પર વિખરાયો મધ્યમવર્ગીય પરિવારનો સંસાર

રાજકોટઃ મનપા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની ઝુંબેશને કારણે આજે અનેક પરિવારો નિરાધાર બન્યા છે. વર્ષોથી જે દીવાલો વચ્ચે યાદો સંઘરી હતી, તે દીવાલો આજે જેસીબીના પંજા નીચે જમીનદોસ્ત થઈ ગઈ છે. ડિમોલિશન બાદની સ્થિતિ અત્યંત કરુણ જોવા મળી રહી છે, જ્યાં લોકો પોતાની આખી જિંદગીની કમાણી જેવી ‘ઘરવખરી' લઈને રસ્તા પર આવી ગયા છે. તસ્વીરમાં જોઈ શકાય છે તેમ, એક મધ્યમવર્ગીય પરિવારનું કુલર, વાસણો, સ્પીકર સેટ અને જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ અત્યારે ખુલ્લા આકાશ નીચે પડી છે. ઘરના સભ્યોના ચહેરા પર ભવિષ્યની ચિંતા અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી છે. અચાનક આવેલી આ આફતને કારણે સામાન ખસેડવા માટે પણ પૂરતો સમય ન મળ્યો હોય તેવું દ્રશ્ય અને અન્ય ઘરવખરીની અસ્તવ્યસ્ત સ્થિતિ પરથી જણાય છે.(તસવીરઃ સંદિપ બગથરીયા)
(3:43 PM IST)










