<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

જંગલેશ્વરના મેગા ડિમોલીશનઃ ચારથી વધુ લોકોએ

ભેગા થવા ઉપર પ્રતિબંધ કાયદો વ્‍યવસ્‍થા જાળવવા પોલીસ કમિશનરનું વધુ એક જાહેરનામુ

રાજકોટ તા. શહેરના જંગ્‍લેશ્વર વિસ્‍તારમાં સોમવારે યોજાનાર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરર બ્રજેશ કુમાર ઝા દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. મહાનગરપાલિકા દ્વારા તારીખ ૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન જંગ્‍લેશ્વર વિસ્‍તારમાં દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન કોઈ અસામાજિક કે ભાંગફોડયા તત્‍વો સુલેહ-શાંતિનો ભંગ ન કરે અને જાહેર જનતાની સુરક્ષા જળવાય તે હેતુથી સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના વિસ્‍તારમાં પ્રતબંધાત્‍મક આદેશો લાગુ કરવામાં આવ્‍યા છે.

જાહેરનામાની વિગતો મુજબ પરવાનગી વગર જાહેર જગ્‍યા કે રોડ ઉપર ચાર કરતા વધારે વ્‍યક્‍તિઓએ ભેગા થવું નહીં. આ જાહેરનામુ ૨૩/૨ના રાતના બારથી ૨૬/૨ના રાતના બાર સુધી અમલમાં રહેશે.  રાજકોટ શહેર પોલીસ કમિશનરરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્‍તાર આ જાહેરનામામાં આવરી લેવાયો છે. સરકારી ફરજ પરના અધિકારીઓ, હોમગાર્ડ, સ્‍મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. જો કોઈ વ્‍યક્‍તિ આ હુકમનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્‍યાય સંહિતા તથા જીપીએક્‍ટની કલમ ૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  આ ઉપરાંત હથીયારબંધીનું જાહેરનામુ પણ અમલમાં હોઇ કડક પાલન કરવા આદેશ અપાયો છે.

(3:49 PM IST)