News of Wednesday, 18th February 2026
જીએસટીના જટિલ કાયદાકીય ગૂંચવાડામાં વેપારીઓના તારણહાર બનતા રાજકોટના એડવોકેટ જીતેશ પુનવાણી
દેશના ૧૭ રાજ્યોમાં કરોડો રૂપિયાના જીએસટી ડિમાન્ડ ઓર્ડરોમાં વેપારીઓની તરફેણમાં ચુકાદા મેળવ્યા

રાજકોટઃ જીએસટી કાયદાના અમલીકરણ બાદ વેપારીઓને પડતી મુશ્કેલીઓ અને કાયદાકીય ગૂંચવણોમાં રાજકોટના જાણીતા એડવોકેટ અને જીએસટી એક્સપર્ટ શ્રી જીતેશ પુનવાણી એક મજબૂત સહારો બનીને ઉભરી આવ્યા છે. તેઓ જીએસટી રેડ, હાઈવે પર અટકાવવામાં આવેલી ગાડીઓને છોડાવવી, તેમજ જીએસટી ડિમાન્ડ ઓર્ડરો સામે કમિશનર સમક્ષ અપીલ કરીને સાચા વેપારીઓને ન્યાય અપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
શ્રી જીતેશ પુનવાણીએ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના ૧૭ જેટલા રાજ્યોના વેપારીઓના કરોડો રૂપિયાના ડિમાન્ડ ઓર્ડરોના કેસોમાં વેપારીઓની તરફેણમાં સફળતાપૂર્વક પતાવટ કરાવી આપી છે. હાલમાં પણ તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પヘમિ બંગાળ સહિતના વિવિધ રાજ્યોના વેપારીઓ વતી સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી તેમજ ડીજીજીઆઈ ના અધિકારીઓ સમક્ષ નિયમિત રીતે હાજર રહીને વેપારીઓનો પક્ષ મજબૂતીથી રજૂ કરે છે. સેમિનારો અને મીડિયા દ્વારા જનજાગૃતિ તેમણે જુનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીધામ સહિતના શહેરોમાં ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ વેપારી એસોસિએશન દ્વારા આયોજિત સેમિનારોમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપીને જીએસટી અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ સેમિનારોમાં જીએસટી ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ, સીએ અને એડવોકેટોએ પણ તેમના જ્ઞાનનો લાભ લીધો છે. આ ઉપરાંત, તેમણે ૧૦થી વધુ ટીવી ચેનલો અને અખબારોમાં સંખ્યાબંધ ઇન્ટરવ્યુ આપીને જીએસટી વિષય પર લોક-ઉપયોગી માહિતી પ્રસારિત કરી સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તાજેતરમાં જ વિવિધ શહેરોમાં જીએસટી અપીલોની મેટરમાં શ્રી જીતેશ પુનવાણીએ વેપારીઓની તરફેણમાં મહત્વના ઓર્ડરો મેળવ્યા છે, જેના પરિણામે કરોડો રૂપિયાની ડિમાન્ડ ડ્રોપ થઈ છે અને વેપારીઓને મોટી રાહત મળી હોવાનું તેમણે જણાવ્યું છે શ્રી જીતેશ પુનવાણી (જીએસટી એક્સપર્ટ, એડવોકેટ) ૩૦૧, શ્રી સદગુરુ આર્કેડ, જીવન કોમર્શિયલ બેંક પાસે, ઢેબર રોડ વન-વે, રાજકોટ.(મો.૯૮૨૫૧ ૯૫૧૫૭).
(4:46 PM IST)










