News of Friday, 13th February 2026
૧૦૮ મહિનામાં કુલ ૧૦૮ કરોડ હનુમાન ચાલીસા પાઠનું આયોજન
સન્યાસી સ્વામી મારુતિમાન ગિરીજી મહારાજ દ્વારા સવંત ર૦૮ર હનુમાન જન્મોત્સવથી સવંત ર૦૯૧ હનુમાન જન્મોત્સવ સુધી આયોજન : કોઇપણ શહેર, ગામડાઓમાં હનુમાન ચાલીસા પાઠ કરાવવા સંપર્ક કરી શકાય છે : સ્વામી મારુતિમાન ગિરીજી મહારાજ

રાજકોટ : સન્યાસી સ્વામી શ્રી મારુતિમાન ગિરીજી મહારાજ દ્વારા સવંત ર૦૮રના હનુમાન જન્મોત્સવથી સવંત ર૦૯૧ ના હનુમાન જન્મોત્સવ સુધીમાં એટલે ૧૦૮ મહિનામાં કુલ ૧૦૮ કરોડ હનુમાન ચાલીસાનું આયોજન કરેલ છે. જે દરેક ગામડાઓમાં જઇને કરવામાં આવશે તેમ જણાવાયું છે.
કોઇપણ ધાર્મિક સ્થળ પર જઇને ત્યાં રહેલ દરેક ભક્તોની સાથે મળીને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. જેના માટે મો. ૬૩પ૧૦૭૩૭પ૧ ઉપર સંપર્ક કરી શકાય છે. દેવલોક તીર્થ ચેરીટેબલ ટ્રસ્ટના નામથી શરૂ કરેલ છે. જે રાજકોટથી રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ એક શાશ્વત સત્ય દલના નામથી એક સેવાકીય કાર્યો શરુ કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
દેવલોક તીર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સનાતન ધર્મના દરેક દેવી અને દેવતાના મંદિરોનું નિર્માણ કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.
તસ્વીરમાં સન્યાસી સ્વામી શ્રી મારુતિમાન ગિરીજી મહારાજ તેમજ અજયભાઇ રાઠોડ, લલીતભાઇ વીરડીયા અને નૈમીષભાઇ સાપરીયા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:30 PM IST)










