<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

બજેટમાં ફુડ ઝોનને મંજુરીથી લોકોને સ્‍વચ્‍છ-આયોજન બધ્‍ધ ખાદ્ય સુવિધા મળશે : કેતનભાઇ પટેલ

અંદાજપત્રને આવકારતા આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતનભાઇ પટેલ

 

 રાજકોટઃ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૫૯૫.૭૦ કરોડનું ડ્રાફ્‌ટ બજેટ રજુ કરેલ. રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા નવી કુલ ૨૩ યોજનાઓ સામેલ કરી કુલ રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવે છે. આ બજેટમાં નવી મહત્‍વની જોગવાઇઓ પૈકી વોર્ડ નં.૧૧માં ટી.પી.-૨૬ (મવડી) એફ.પી.-૩/એ, ૧૮ મીટર રોડ ઉપર PPP ધોરણે નાગરિકોને માટે આધુનિક સુવિધાઓ સાથે આયોજન બદ્ધ ૅફૂડ ઝોનૅ બનાવવાનું આયોજન છે. પ્રસ્‍તાવિત ફૂડ ઝોન આશરે ૮૦૧૭ ચો.મી. વિસ્‍તારમાં વિકસાવવામાં આવશે.  આરોગ્‍ય સમિતિ ચેરમેનશ્રી કેતનભાઇ પટેલ તથા સભ્‍યો ડૉ.દર્શનાબેન પંડ્‍યા, શ્રીમતી અલ્‍પાબેન દવે, ડૉ.રાજેશ્રીબેન ડોડીયા અને શ્રી રાણાભાઇ સાગઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેનશ્રી જયમીન ઠાકર તેમજ સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો અભિનંદન સાથે આભાર માનેલ છે.(૯.ર૭)

(3:59 PM IST)