<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રીંગ રોડ-ર, ફેઝ-૩ (ગોંડલ રોડથી ભાવનગર રોડ) રસ્‍તાને રીસર્ફેસીંગ કામગીરી અન્‍વયે એડી. કલેકટરનું ખાસ જાહેરનામું

કોરાટ ચોકથી કાળીપાટ ચોક સુધીના રોડ પરના ટ્રાફિકને ડાયવર્ઝન કરી દેવાયો

રાજકોટ, તા. ૧૧: મુખ્‍ય કારોબારી અધિકારી, રાજકોટ શહેરી વિકાસ સતામંડળના પત્રથી જણાવ્‍યાનુસાર શહેર વિકાસ સતામંડળ હસ્‍તકના એક્‍ઝીસ્‍ટીંગ રીંગરોડ-૨, ફેઝ-૩ (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડ) માં રસ્‍તાને રીસર્ફેસીંગની કામગીરી કરવાની હોવાથી સદર બાદલોની કામગીરી દરમ્‍યાન કોઈ અકસ્‍માત ન બને તે માટે રીગરોડ-૨, ફેઝ-૩ કોરાટ ચોક થી કાળીપાટ ચોક સુધીના રોડ પરના ટ્રાફિકને ડાયવર્ઝન કરવાની જરૂરીયાત રહેલી હોવાનું તેમજ ભારે તથા હળવા વાહનો માટેનો વૈકલ્‍પિક માર્ગનો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામુ બહાર પાડવા દરખાસ્‍ત કરેલ છે. આથી અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ, રાજકોટ જીલ્લાઓ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)બી અન્‍વયે મળેલ સતાની રૂએ નીચે મુજબના વૈકલ્‍પિક રૂટનો ઉપયોગ કરવા માટે હુકમ કર્યા છે. રસ્‍તાઓ ઉપર જરૂરી દિશાસુચક સાઈન બોર્ડ રાજકોટ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરીટી, રાજકોટએ લગાવવાનાં રહેશે તેમજ પોલીસ તેમજ ઈમરજન્‍સી વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. જયારે આ જાહેરનામુ તા. ૧૦/૦૨/૨૦૨૬ થી તા.૦૯/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે, તેમ આદેશો મળ્‍યા છે.

 

(3:40 PM IST)