News of Tuesday, 3rd February 2026
વોર્ડ નં.૯માં કોંગ્રેસના જનસંપર્ક કાર્યાલયનો ડો. રાજદીપસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ : જનતાની સમસ્યાઓના પ્રશ્નો ઉકેલવા નિર્ધાર

રાજકોટ : શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાના હસ્તે વોર્ડ ૯ માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન બાદ વોર્ડ નં. ૯ ના નાગરિકો સાથે સીધો સંવાદ યોજાઈ તેમની રોજિંદી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત ‘‘કોંગ્રેસ આપને દ્વાર - જનતાની વેદના'' અભિયાન અંતર્ગત યોજાયો હતો. જનસંપર્ક દરમિયાન નાગરિકોની ફરિયાદો અને સૂચનોને નોંધવા માટે વિશેષ રીતે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, જેથી જનતાની વેદનાને વ્યવસ્થિત રીતે તંત્ર સમક્ષ રજૂ કરી શકાય.
જનતાએ વધતી મોંઘવારી, યુવાનોમાં વ્યાપક બેરોજગારી, અનિયમિત પાણી પુરવઠો, ખાડા વાળા રસ્તાઓ, ડ્રેનેજની સમસ્યા, વારંવાર થતી વીજળી કપાત, મહિલા સલામતી તેમજ સ્થાનિક વહીવટની બેદરકારી જેવા મુદ્દાઓ ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. લોકોએ જણાવ્યું હતું.કે અનેક રજૂઆતો છતાં સમસ્યાઓ યથાવત્ રહી છે અને સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી જનતાની અવાજ બનવા માટે પ્રતિબદ્ધ છે. જનતાના મૂળભૂત પ્રશ્નનોને અવગણતી સરકાર સામે કોંગ્રેસ સંગઠિત રીતે લડત આપશે અને વોર્ડ સ્તરે લોકો સાથે સતત સંપર્કમાં રહી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા -યાસ કરશે.
જનસંપર્ક કાર્યાલય મારફતે પ્રાપ્ત થયેલી અરજીઓ અને સૂચનોનું સુવ્યવસ્થિત સંકલન કરી સંબંધિત વિભાગો તથા જવાબદાર સત્તાધીશો સમક્ષ અસરકારક રીતે રજૂઆત કરવામાં આવશે. જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે નિયમિત અનુસરણ (Follow-up) કરવામાં આવશે અને વોર્ડ સ્તરે સતત સંવાદ જાળવીને નાગરિકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા જરૂરી તમામ લોકશાહી માર્ગો અપનાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત વોર્ડ નં. ૯ ના પ્રમુખ ગિરીશ ભાઈ પટેલ,જસવંતસિંહ ભટ્ટી, ડી.પી મકવાણા, અતુલ રાજાણી, નીતિન ભંડેરી, વૈશાલી શિંદે, મુકુંદ ટાંક,રસિકભાઈ ભટ્ટ, હસુભાઈ ગોસ્વામી,કિંજલ જોશી, દિપ્તી બેન સોલંકી, બ્રિજરાજ રાણા, યગ્નેશ દવે,અશોક ભાઈ જોશી,વિજયસિંહ જાડેજા,કેતન તાળા, હરિભાઈ પટેલ, અશાંશ ગોસ્વામી,દીપુ બેન રવિયા,ગોપાલ મોરવાડિયા,મેરૂમબેન, જસુ બેન,કેતન ભટ્ટ, મિનિપરા યોગેશ,નીતિન પાચાની. જલ્પેશ કલોલા,ચમનભાઈ એરવાડિયા, રાજેશ કનેરિયા,નવીન દેસાઈ, કમલેશ ભાયાણી, રેણુકાબેન રાછદિયા, રીટાબેન જોશી,કાળુભાઈ વાસજાણ્યા, જીતેન્દ્ર પરમાર, લાખાભાઇ મકવાણા, કાળુભાઈ કુંડારીયા,વિનીત રાણા, શૈલેષ દવે, સંજય ભટ્ટ વિ. ઉપસ્થિત રહ્યા હતા
(3:30 PM IST)










