<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

અર્હમ જીવદયા અભિયાનઃજીવદયા કેમ્‍પમાં ૨૦૬થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર

 

રાજકોટઃ રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા આયોજિત અર્હમ જીવદયા સહાય અંતર્ગત રાજકોટમાં ત્રણ સ્‍થળે ઉપરાંત ગુજરાતભરમાં ગોંડલ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ જેવા શહેરોમાં જીવદયા કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ.

જેમાં રાજકોટમાં મોદી સ્‍કૂલ - ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઉમિયા ચોક તથા ક્રિસ્‍ટલ મોલ એમ ત્રણ કેમ્‍પમાં ઘાયલ તેમજ પતંગની ઘેરીમાં ફસાયેલાં ૧૧૭ જેટલાં અબોલ જીવો સહીત ગુજરાતભરમાં ટોટલ ૨૦૬ જેટલાં અબોલ જીવોને ને યોગ્‍ય સારવાર આપી, શાતા પમાડવાનો પ્રયાસ કરેલ.આ ઉપરાંત પરમ ગુરુદેવની પ્રેરણાથી અલગ અલગ વિસ્‍તારોમાં ચાલતી ૩૫ જેટલી અર્હમ એમ્‍બયુલન્‍સની મદદથી ૨૪૩ જીવોને શાતા પમાડવાનો પુરુષાર્થ થયેલ. આ ઉપરાંત આજે પણ ડ્રોન કેમેરા દ્વારા ઊંચા ઝાડ, મોટા બિલ્‍ડીંગો જેવી જગ્‍યાએ ફસાયેલાં પક્ષીઓને બચાવવાનો પ્રયત્‍ન કરવામાં આવશે.

આ અવસરે રાજકોટના શ્રેષ્ઠિવર્યો ધારાસભ્‍ય ડૉ. દર્શિતાબેન શાહ,  દિનેશભાઈ પાઠક (રાજકોટ નાગરિક બેંક ચેરમેન),  જ્‍યોતિન્‍દ્રભાઈ મહેતા (ચેરમેન-નેશનલ અર્બન કો-ઓપરેટીવ ફાયનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન લી.),   દેવાંગભાઈ માંકડ (પ્રેસિડેન્‍ટ-પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્‍ટ), વિક્રમસિંહ પરમાર,   ભૌમિકભાઈ શાહ (ડિરેક્‍ટર, રાજકોટ નાગરિક બેંક), ગોહિલ સાહેબ (રીજનલ ડિરેક્‍ટર પશુ પાલન વિભાગ), જૈન અગ્રગ્રણીઓ પ્રવીણભાઈ કોઠારી, ચંદ્રકાન્‍તભાઈ શેઠ, શૈલેષભાઈ માઉં, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, જીજ્ઞેશભાઈ શાહ, મુકેશભાઈ વોરા, કલ્‍પકભાઈ મણિયાર, રશ્‍મિકાંતભાઈ મોદી (મોદી સ્‍કૂલ), અમીષભાઈ દેસાઈ (તપસ્‍વી સ્‍કૂલ), કાર્તિકભાઈ દોશી, પ્રતિકભાઈ સંધાણી - મિત્તલભાઈ ખેતાણી (એનિમલ હેલ્‍પલાઈન), યોગેશભાઈ શાહ (રાજકોટ મહાજનશ્રી પાંજરાપોળ), ગૌરાંગભાઈ ઠક્કર (ગિરિરાજ હોસ્‍પિટલ), અપુલભાઈ ઘેશી (જુવાઈનલ ડાયાબિટીસ), જીવદયા પ્રેમી અમિતભાઈ દોશી હાજર રહી જીવદયા કેમ્‍પની અનુમોદના કરેલ હતી અને સાથે કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ તરફથી વિશેષ સહયોગ મળેલ.

(2:39 PM IST)