<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

રઘુવીર યુવા સેના દ્વારા રાજકોટથી વીરપુર પદયાત્રા

ફેબ્રુઆરીમાં ભવ્‍ય આયોજન, આ વખતે યાત્રા રેગ્‍યુલર રુટ ઉપર થી જ નિકળશે, ૧૫૦૦ થી ૨૦૦૦ લોકો જોડાશેઃ સ્‍વયંસેવકોએ નામ નોંધાવી દેવા

રાજકોટઃ રઘુવીર યુવા સેના રાજકોટ શહેર દ્વારા આગામી તા.૭/૦૨/૨૦૨૬ને શનિવારના રાજકોટથી વીરપુરની પાવનકારી પદયાત્રાનું આયોજન પૂ.જલારામની ૧૪૫મી પૂણ્‍યતીથી નિમિતે કરવામાં આવેલ છે. આ માટે ખાતાકીય પરવાનગી લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે. આ માટે જેતે વિભાગ દ્વારા આપવામાં આવતી તમામ સુચનાઓનું પાલન કરવાની તૈયારી સંસ્‍થા દ્વારા કરવામાં આવનાર હોવાનું યાદીમાં જણાવાયું છે.

તા.૨૬ જાન્‍યુઆરી ૨૦૦૧માં ગુજરાતમાં થયેલા ગોજારા ભુકંપમાં અકાળે મૃત્‍યુ પામેલ વ્‍યક્‍તિઓના આત્‍માની શાંતિ માટે શ્રધ્‍ધાંજલી રૂપે સૌ પ્રથમ પદયાત્રા પૈકી આ ૨૬મી પાવનકારી પદયાત્રા યોજાનાર છે જેમાં ૫૫ કિ.મી.ના હાઈવે રૂટ ઉપર પદયાત્રીકોની સેવા માટ. સેવા પરબો ઉભા કરવા માટે સંસ્‍થા દ્વારા વિચારવામાં આવેલ છે.

આ પદયાત્રા રાજકોટ પી.ડી. માલવીયા કોલેજથી શરૂ થઈ પારડી, રીબડા, ભુણાવા, ગોંડલ, ચોરડી થઈ વીરપુર પહોંચશે આ રૂટ ઉપર ગોઠવવામાં આવતા તમામ સેવા પરબો યથાવત જે તે સ્‍થળ ઉપર રાખવામાં આવેલ છે. તદ્‌ઉપરાંત નવા સેવા પરબો માટે યદયાત્રા ઈન્‍ચાર્જ ની જવાબદારી જેઓને સોંપવામાં આવી છે તે હિમાંશુભાઈ વસંત (મો.૯૮૯૮૮ ૪૬૪૫૬) નો સેવાભાવી દાતાઓ અને સ્‍વયં સેવકોએ સંસ્‍થા કાર્યાલયે રૂબરૂ સંપર્ક સાધવો.

આ પાવનકારી પદયાત્રામાં જોડાયને પુણ્‍યનું ભાથુ બાંધવા ઈચ્‍છતા ભાવિક ભક્‍તજન ભાઈ-બહેનોએ રજાના દિવસો સીવાય સાંજના ૪ થી ૬ દરમયાન ઘનશ્‍યામ સીલેકશન-૫, કડીયા લાઈન, ધર્મેન્‍દ્ર રોડ, દેવપુષ્‍પ મેડીકલ-હનુમાનમઢી ચોક, ગાયત્રી ટ્રેડીંગ-પંચાયત ચોક, યુીનર્વસીટી રોડ, રાધિકા નોવેલ્‍ટી-નવલનગર-૯, વિશ્‍વેશ્‍વર મહાદેવ સામે, મવડી રોડ, કેક એન્‍ડ સ્‍વીટ-બીગ બજાર પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, ખાતે પોતાના નામ રજીસ્‍ટર કરાવી પદયાત્રી ઓળખ પાસ મેળવી લેવા સંસ્‍થાની યાદીમાં જણાવેલ છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:11 PM IST)