તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 5th January 2026
રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી રાજકોટમાં સરકીટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર : શાનદાર સ્વાગત

રાજકોટ : સૌરાષ્ટ્ર રીજીયનલ વાયબ્રન્ટ સંદર્ભે આજે રાજયની નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી આજે રાજકોટ આવી પહોંચતા તેમનું સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શાનદાર સ્વાગત કરાયું હતું. તસ્વીરમાં સલામી ઝીલતા શ્રી હર્ષ સંઘવી, બાજુમાં કલેકટર ડો. ઓમપ્રકાશ, આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, બીજી તસ્વીરમાં નાયબ મુખ્યમંત્રીને દોરી જતા કલેકટરશ્રી, તથા નીચેની તસ્વીરમાં એક અગત્યનો મોબાઇલ ફોન રણકતા શ્રી હર્ષ સંઘવી સરકીટ હાઉસ ખાતેના પટાંગણમાં જ મહત્વની ચર્ચા કરતા જણાય છે. બાજુમાં કલેકટર તથા હાઇ લેવલ પોલીસ અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(12:15 PM IST)










