<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ભારત રત્‍ન, લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ૨૫ ડિસેમ્‍બર જન્‍મદિવસઃ શ્રદ્ધા સુમન

ચલો એક દિપ જલાયે વહાં...જહા અભિભિ અંધેરા હૈ. જીતા-જાગતા રાષ્ટ્રપુરૂષ એટલે અટલજી - અનેક અનેક શુભેચ્‍છા : હું મરવાથી ડરતો નથી, ડરૂં છું તો ફક્‍ત બદનામીના ડરથીઃ અટલજી

ભારત જમીન કા ટુકડા નહી, જીતા-જાગતા મહાપુરૂષ હૈ, હિમાલય ઈસ્‍કા મસ્‍તક હૈ, ગૌરી શંકર શિખા હૈ.  કશ્‍મીર કિરીટ હૈ, પંજાબ ઓેર બંગાલ દો વિશાલ કંધે હૈ, વિન્‍ધ્‍યાચલ કટિ હૈ, નર્મદા કરધની હૈ, પૂર્વી ઓેર પヘમિી ઘાટ, દો વિશાલ જંઘાએ હૈ.  કન્‍યાકુમારી ઈસકે ચરણ હૈ, સાગર્રં ઈસકે પગ પખારતા હૈ.  પાવસ કે કાલે-કાલે મેઘ ઈસકે કુંતલદેશ હૈ.  ચાંદ ઓેર સૂરજ ઈસકી આરતી ઉતારતે હૈ.  યહ વન્‍દન કી ભૂમિ હૈ, અભિનન્‍દન કી ભૂમિ હૈ.  યહ તર્પણ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ, ઈસકા કંકર-કંકર શંકર હૈ, ઈસકા બિદુ-બિદુ ગંગાજલ હૈ-હમ જિએંગે તો ઈસકે લિએ, મરેંગે તો ઈસકે લિએ - અટલજી....તેમની કવિતાઓનું સંકલન મેરી ઈક્‍યાવન કવિતાએ ખુબ  ચર્ચામાં રહી. હાર નહીં માનૂંગા, રાર નહીં ઠાનૂંગા

  ભારતના રાજકીય ઈતિહાસમાં અટલ બિહારી વાજપેયીનું સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વ શિખર પુરુષ તરીકે નોંધાયેલુ છે. રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘની વિચારધારામાં ઉછરેલા અટલજી રાજનીતિમાં ઉદારવાદ અને સમતા સમાનતાના સમર્થક ગણાય છે. તેમણે રાજનીતિને દળગત અને સ્‍વાર્થની વૈચારિકતાથી અલગ હટીને અપનાવી અને જીવનમાં ઉતારી. નીતિગત સિદ્ધાંતો અને વૈચારિકતાની ક્‍યારેય કત્‍લેઆમ થવા દીધી નહીં. રાજનીતિક જીવનનાં ઉતાર ચઢાવમાં તેમણે આલોચનાઓ થવા છતાં પોતાના પર સંયમ જાળવી રાખ્‍યો.  રાજનીતિમાં ધૂર વિરોધીઓ પણ તેમની વિચારધારા અને કાર્યશૈલીના કાયલ રહ્યાં. પોખરણ પરિક્ષણ કરીને દુનિયાના સૌથી તાકાતવર દેશ અમેરિકા સાથે અન્‍ય દેશોને પણ ભારતની શક્‍તિનો અહેસાસ કરાવ્‍યો. જનસંઘના સંસ્‍થાપકોમાંના એક અટલ બિહારી વાજપેયીના રાજનીતિક મૂલ્‍યોની ઓળખ પછીથી થઈ અને તેમને ભાજપ સરકારમાં ભારત રત્‍નથી સન્‍માનિત કરવામાં આવ્‍યાં.  

અટલ બિહારી વાજપેયીનો જન્‍મ મધ્‍ય પ્રદેશના ગ્‍વાલિયરમાં ૨૫ ડિસેમ્‍બર ૧૯૨૪ના રોજ થયો હતો. તેમના પિતા કૃષ્‍ણ બિહારી વાજપેયી શિક્ષક હતાં. તેમની માતા કૃષ્‍ણાજી હતાં. આમ તો મૂળ તેમનો સંબંધ ઉત્તર પ્રદેશના આગરા જિલ્‍લાના બટેશ્વર ગામ સાથે છે.  પિતાજી મધ્‍ય પ્રદેશમાં શિક્ષક હતાં તેમનો જન્‍મ ત્‍યાં થયો. ઉત્તર પ્રદેશ સાથે તેમનો રાજનીતિક લગાવ સૌથી વધુ રહ્યો. પ્રદેશની રાજધાની લખનઉથી તેઓ સાંસદ રહ્યાં.   કવિતાઓને લઈને તેમણે કહ્યું હતું કે મારી કવિતા જંગનું એલાન છે. પરાજયની પ્રસ્‍તાવના નહીં. તેઓ હારેલા સિપાઈના નૈરાશ્‍ય-નિનાદ નથી, ઝૂઝતા યોદ્ધાનો જય સંકલ્‍પ છે. તેઓ નિરાશાના સ્‍વર નથી, આત્‍મવિશ્વાસનો જયઘોષ છે. તેમની કવિતાઓનું સંકલન મેરી ઈક્‍યાવન કવિતાએ ખુબ  ચર્ચામાં રહી. હાર નહીં માનૂંગા, રાર નહીં ઠાનૂંગા... 

રાજનીતિમાં સંખ્‍યાના આંકડો સર્વોચ્‍ચ હોવાના કારણે ૧૯૯૬માં તેમની સરકાર માત્ર એક મતના કારણે પડી ગઈ. તેમણે વડાપ્રધાનનું પદ ગુમાવવું પડ્‍યું હતું. આ સરકાર ફક્‍ત ૧૩ દિવસ સુધી ચાલી હતી. ત્‍યારબાદ તેમણે વિપક્ષની ભૂમિકા ભજવી. ત્‍યારપછી થયેલી ચૂંટણીમાં તેઓ ફરીથી વડાપ્રધાન બન્‍યાં. રાજનીતિક સેવા વ્રત લેવાના કારણે તેઓ આજીવન કુંવારા રહ્યાં. તેમણે રાષ્ટ્રીય સ્‍વંય સેવક સંઘ માટે આજીવન અવિવાહિત રહેવાનો નિર્ણય લીધો હતો.

અટલ બિહારી વાજપેયીએ પોતાની રાજકીય કુશળતાથી ભાજપને દેશમાં ટોચનું રાજનીતિક સન્‍માન અપાવ્‍યું. બે ડઝનથી વધુ રાજકીય દળોને મળીને તેમણે એનડીએ બનાવ્‍યું. જેમના સરકારમાં ૮૦થી વધુ મંત્રી હતાં. જેને જમ્‍બો મંત્રીમંડળ પણ કહેવાયું હતું. આ સરકારે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો રાજનીતિથી તેમને ક્‍યારેક ક્‍યારેક તૃષ્‍ણા થતી હતી. પરંતુ તેઓ ઈચ્‍છીને પણ તેનાથી દૂર જઈ શકતા નહતાં.  કારણ કે વિપક્ષ તેમના પર પલાયનની મહોર લગાવી દેત. તેઓ પોતાની રાજકીય જવાબદારીઓનો મક્કમ થઈને સામનો કરવા માંગતા હતાં. આ તેમના જીવન સંઘર્ષની વિશેષતા પણ રહી.   એક કવિ તરીકે તેઓ ઓળખ બનાવવા માંગતા હતાં. પરંતુ શરૂઆત પત્રકારત્‍વથી થઈ. પત્રકારત્‍વ જ તેમના રાજનૈતિક જીવનની આધારશીલા બની. તેમણે સંઘના મુખપત્ર પાંચજન્‍ય, રાષ્ટ્રધર્મ અને વીર અર્જુન જેવા અખબારોનું સંપાદન કર્યું. ૧૯૫૭માં દેશની સંસદમાં જનસંઘના ફક્‍ત ચાર સભ્‍યો હતા. જેમાંથી એક અટલ બિહારી વાજપેયી હતાં. સયુંક્‍ત રાષ્ટ્ર સંઘમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરતા હિન્‍દીમાં ભાષણ આપનારા અટલજી પહેલા ભારતીય રાજનેતા હતાં. હિન્‍દીને સન્‍માનિત કરવાનું કામ વિદેશની ધરતી પર અટલજીએ કર્યું. 

સૌથી પહેલા ૧૯૫૫માં લોકસભાની ચૂંટણી લડી.  તેમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્‍યો. ત્‍યારબાદ ૧૯૫૭માં ગોન્‍ડાની બલરામપુર બેઠકથી તેઓ જનસંઘના ઉમેદવાર તરીકે જીત્‍યા અને લોકસભામાં પહોંચ્‍યા. તેઓ મથુરા અને લખનઉથી પણ ચૂંટણી લડ્‍યા પરંતુ હારી ગયાં. અટલજીએ વીસ વર્ષો સુધી જનસંઘ અને સંસદીય દળના નેતા તરીકે કામ કર્યું.   

ઈન્‍દિરા ગાંધી વિરુદ્ધ જ્‍યારે વિપક્ષ એક થયો અને બાદમાં જ્‍યારે દેશમાં મોરારજી દેસાઈની સરકાર બની ત્‍યારે અટલજી વિદેશમંત્રી બન્‍યા હતાં. આ દરમિયાન તેમણે પોતાની રાજનીતિક કુશળતાની છાપ છોડી અને વિદેશ નીતિને ઉંચા સ્‍તરે પહોંચાડી. ત્‍યારબાદ ૧૯૮૦માં જનતા પાર્ટીથી નારાજ થઈને તેમણે  પાર્ટી જોડે છેડો ફાડ્‍યો.

ત્‍યારબાદ બનેલી ભારતીય જનતા પાર્ટીના સંસ્‍થાપકોમાંથી તેઓ એક હતાં. તે જ વર્ષે તેમને ભાજપના પાર્ટી અધ્‍યક્ષની કમાન સોંપાઈ. ત્‍યારબાદ ૧૯૮૬માં તેમણે ભાજપ અધ્‍યક્ષનું પદ સંભાળ્‍યું. કહેવાય છે કે સંસદમાં ઈન્‍દિરા ગાંધીને દુર્ગાનું ઉપનામ પણ તેમના તરફથી જ અપાયું હતું. તેમણે ઈન્‍દિરા ગાંધી સરકાર તરફથી ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટીનો વિરોધ પણ કર્યો. અટલજી હંમેશાથી સમાજમાં સમાનતાના પોષક રહ્યાં. વિદેશ નીતિ પર તેમનો દ્રષ્ટિકોણ એકદમ સ્‍પષ્ટ હતો. તેઓ ઉદારીકરણ અને વિદેશી મદદના વિરોધી નહતા રહ્યાં પરંતુ તેઓ મદદ દેશહિત વિરુદ્ધ હોય, એવી નીતિને પ્રોત્‍સાહન આપવાના હિમાયતી નહતાં. તેમણે વિદેશ નીતિ પર દેશની અસ્‍મિતા સાથે કોઈ  સમાધાન કર્યુ નહતું. ભારત આઝાદ થયો ત્‍યારબાદ દેશમાં જમણેરી વિચારધારા ના વિશ્વાસપાત્ર રાજનેતા એટલે અટલ બિહારી બાજપાઈ અનોખી ઓળખ મેળવી હતી, વાજપાયી ભારતીય લોકશાહીમાં અપૂર્વ શ્રદ્ધા રહી. તેમણે હંમેશા લોકશાહીના મૂલ્‍યોના જતન માટે કામગીરી કરી,

અટલજીએ પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાષી તરફથી અપાયેલા નારા જય જવાન - જય કિસાનમાં અલગથી જય વિજ્ઞાનને પણ જોડ્‍યું હતું. દેશની વ્‍યૂહાત્‍મક સુરક્ષા પર સમાધાન ક્‍યારેય સ્‍વીકાર્ય નહતું. પરંતુ તેમની દ્રઢ રાજનીતિક ઈચ્‍છાશક્‍તિએ આ પરિસ્‍થિતિઓમાં પણ તેમને અટલ સ્‍તંભ તરીકે અડગ રાખ્‍યાં. કારગિલ યુદ્ધની ભયાનકતાનો પણ તેમણે અડગ થઈને સામનો કર્યો અને પાકિસ્‍તાનને ધૂળ ચટાડી. વૈશ્વિક પડકારો બાદ પણ રાજસ્‍થાનના પોખરણમાં તેમમે ૧૯૯૮માં પરમાણુ પરિક્ષણ કર્યુ હતું. આ પરિક્ષણ બાદ અમેરિકા સહિત અનેક દેશોએ ભારત પર આર્થિક પ્રતિબંધ લગાવ્‍યાં હતાં.

તેમણે દક્ષિણ ભારતના વર્ષો જૂના કાવેરી જળ વિવાદનો પણ ઉકેલ લાવવાનો પ્રયત્‍ન કર્યો. મુખ્‍ય માર્ગથી ગામડાઓને જોડવા માટે વડાપ્રધાન સડક યોજના વધુ સારા વિકાસનો વિકલ્‍પ લઈને સામે આવી. સ્‍વર્ણિમ ચતુર્ભૂજ યોજનાથી દેશના રાજમાર્ગને જોડવા માટે કોરિડોર બનાવ્‍યો. કોંકણ રેલવે સેવાની આધારશિલા પણ તેમના કાળમાં જ રખાઈ હતી. 

આમ, અટલબિહારી વાજપેયી એક વિદ્વાન, નિષ્ઠાવાન અને જનહિતને અગ્રસ્‍થાને રાખીને રાજનીતિ કરનાર રાજનેતા તરીકે કાયમ ઓળખાશે.

 વાજપેયીએ વડાપ્રધાન તરીકે ત્રણ વખત નેૃતૃત્‍વ સંભાળ્‍યું હતું. જેમાં  (૧) પ્રથમ વખત - ૧૬ મે ૧૯૯૬ થી ૧ જૂન ૧૯૯૬ સુધી.(૨) દ્વિતીય વખત - ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૨૬ એપ્રિલ ૧૯૯૯ સુધી. (૩) તૃતીય વખત - ૧૩ ઓક્‍ટોબર ૧૯૯૯ થી ૨૨ મે ૨૦૦૪ સુધી.

અટલ બિહારી વાજપેયી હિન્‍દી કવિ, પત્રકાર અને પ્રખર વક્‍તા પણ છે. ભારતીય જનસંઘની સ્‍થાપનામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્‍વની હતી. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી જનસંઘના અધ્‍યક્ષ પણ રહ્યાં.

જીંદગીભર રાજનીતિમાં સક્રિય રહેલા અટલ બિહારી વાજપેયી લાંબા સમય સુધી રાષ્ટ્રધર્મ, પાંચજન્‍ય અને વીર અર્જુન સહિતના સામયિકના સંપાદક પણ રહ્યાં. વાજપેયી રાષ્ટ્રીય સ્‍વંયસેવક સંઘના સમર્પિત પ્રચાર રહ્યાં અને આ નિષ્ઠાના કારણે એમણે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્‍પ કર્યો. સર્વોચ્‍ચ પદ પર પહોંચવા સુધી એમણે પોતાનો સંકલ્‍પ નિષ્ઠાપૂર્વક નિભાવ્‍યો.

પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર પ્રથમ એકમાત્ર બિન-કોંગ્રેસી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ૧૯૯૯-૨૦૦૪માં તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા. નોંધનીય છે કે ૧૯૯૯-૨૦૦૪માં તેમણે પૂરા પાંચ વર્ષ સુધી પોતાના વડાપ્રધાનનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આ સાથે જ વાજપેયીજી પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્‍યા હતા. તેઓ ખૂબજ સરળ સ્‍વભાવના હતા.

અટલ બિહારી બાજપાઇનો કાર્યકાળ

-   ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્‍યા

-   ૧૦ વખત સંસદસભ્‍ય તરીકે ચૂંટાયા

-   બે વાર રાજ્‍યસભાના સભ્‍ય તરીકે ચૂંટાયા

-   ભારતીય જનસંઘ, જનતા પાર્ટી અને ભાજપ એમ ત્રણ પક્ષોના સ્‍થાપક સભ્‍ય તરીકે પાયાની ભૂમિકા અદા કરી.

-   ૧૯૫૧: સ્‍થાપક સભ્‍ય- ભારતીય જનસંઘ સંઘ.

-   ૧૯૫૭-૬૨: દ્વિતીય લોકસભામાં પહેલીવાર સંસદ તરીકે ચૂંટાયા.

-   ૧૯૫૭-૭૭ : નેતા, ભારતીય જનસંઘ પાર્લમન્‍ટરી પાર્ટી.

-   ૧૯૬૨: રાજ્‍યસભાના સાંસદ બન્‍યા.

-   ૧૯૬૬-૬૭: ચેરમેન, કમિટી ઓન ગર્વમેન્‍ટ એસ્‍યોરન્‍સ

-   ૧૯૬૭: ચોથી લોકસભામાં બીજી વખત સાંસદ બન્‍યા.

-   ૧૯૬૭-૭૦: ચેરમેન, પબ્‍લિક એકાઉન્‍ટ કમિટી

-   ૧૯૬૮-૭૩: અધ્‍યક્ષ, ભારતીય જન સંઘ

-   ૧૯૭૧: પાંચમી લોકસભામાં ચૂંટાયા(ત્રીજી વખત સંસદ તરીકે )

-   ૧૯૭૭: છઠ્ઠી લોકસભામાં ચૂંટાયા(ચોથી વખત સંસદ બન્‍યા)

-   ૧૯૭૭-૭૯: દેશના કેબિનેટ વિદેશપ્રધાન બન્‍યા.

-   ૧૯૭૭-૮૦: સ્‍થાપક સભ્‍ય, જનતા પાર્ટી

-   ૧૯૮૦: સાતમી લોકસભામાં ચૂંટાયા (પાંચમી વખત સાંસદ બન્‍યા)

-   ૧૯૮૦-૮૬: અધ્‍યક્ષ, ભારતીય જનતા પાર્ટી(ભાજપ)

-   ૧૯૮૦-૮૪, ૧૯૮૬ અને ૧૯૯૩-૯૬: નેતા, ભાજપ પાર્લામેન્‍ટરી પાર્ટી

-   ૧૯૮૬: સભ્‍યા, રાજ્‍યસભા

-   ૧૯૮૮-૮૯: સભ્‍ય, જનરલ પર્પઝ કમિટી

-   ૧૯૮૮-૮૯: સભ્‍ય, હાઉસ કમિટી અને સભ્‍ય, બિઝનેસ એડવાઈઝરી કમિટી

-   ૧૯૯૦-૯૧: ચેરમેન, કમિટી ઓન પીટીશન્‍સ

-   ૧૯૯૧: દસમી લોકસભામાં ચૂંટાયા ( સાંસદ તરીતે છઠ્ઠી ટર્મ)

-   ૧૯૯૧-૯૩: ચેરમેન, પબ્‍લિક અકાઉન્‍ટ કમિટી, લોકસભા.

-   ૧૯૯૩-૯૬: ચેરમેન, કમિટી ઓન એક્‍સ્‍ટર્નલ એફેઈર્સ

-   ૧૯૯૩-૯૬: વિપક્ષ નેતા, લોકસભા

-   ૧૯૯૬: ૧૧મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૭મી વખત)

-   ૧૬ મે ૧૯૯૬ થી ૩૧ મે ૧૯૯૬: પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્‍યા (ઈન્‍ચાર્જ અન્‍ય વિષયો. પણ કોઈને કેબિનેટ મિનિસ્‍ટરીની ફાળવણી કરી શક્‍યા નહીં.) બનાવ્‍યા નહીં.)

-   ૧૯૯૬-૯૭ : વિપક્ષી નેતા, લોકસભા

-   ૧૯૯૭-૯૮: ચેરમેન, કમિટી ઓન એક્‍સ્‍ટર્નલ અફેઈર્સ

-   ૧૯૯૮: ૧૨મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૮મી વખત)

-   ૧૯૯૮-૯૯: બીજી વખત દેશના વડાપ્રધાન બન્‍યા

-   ૧૯૯૯: તેરમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે નવમી વખત) અને લોકસભામાં ભાજપ પાર્લામેન્‍ટરી પાર્ટીના નેતા બન્‍યા.

-   ૧૩ ઓક્‍ટોબર ૧૯૯૯ થી મે-૨૦૦૪: ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્‍યા.

-    ૨૦૦૪: ચૌદમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૧૦મી વખત) અને એનડીએના ચેરમેન બન્‍યા.

આલેખન


જયેશ સંઘાણી 


 ૯૪ર૮ર૦૦પર૦

(3:55 PM IST)