<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

લાખાજીરાજ રોડ સજ્જડ બંધઃ ફેરિયા સામે પ્રચંડ રોષ : જુઓ વિડિયો

સવારે ૧૦ થી ૧ સુધી વેપારીઓએ કામ-ધંધા બંધ રાખી વિરોધ પ્રગટ કર્યોઃ ધરણા યોજયા : નો ફેરિયા ઝોન જાહેર કરવા ઉગ્ર માંગઃ સમસ્‍યાનું સમાધાન નહિ થાય તો ‘ફેરિયાવાળી' કરવા ચીમકી

લાખાજીરાજ રોડ માર્કેટ જડબેસલાક બંધઃ ધરણા સમયે ધારાસભ્‍યો ઉપસ્‍થિતઃ વેપારીઓનો ટેકો જાહેર : રાજકોટઃ શહેરની સૌથી જુની એવી લાખાજીરાજ રોડ માર્કેટના વેપારીઓ દ્વારા પાથરણા-રેંકડીવાળાઓના ત્રાસના કારણે બંધનું એલાન આપ્‍યું હતું. જે અંતર્ગત આજે સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવી સાંગણવા ચોક ખાતે ધરણા યોજયા હતા. આ તકે ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા ડો. દર્શિતા શાહ સહિતના આગેવાનો સ્‍થળ ઉપર દ્રશ્‍યમાન થાય છે. ઉપરોકત તસ્‍વીરોમાં બંધ રહેલ બજાર તથા વિરોધ નોંધાવી રહેલ વેપારી આગેવાનો દર્શાય છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા.૨૩: સૈકા જુની લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડનો મુખ્‍ય વેપારી વિસ્‍તાર પોલીસ અને મનપા તંત્રના કારણે કાયમી ધોરણે પથારા બજારમાં ફેરવાઇ ગયો છે અને કરોડોના શોરૂમ ધરાવતા વેપારીઓને ત્‍યાં ગ્રાહકો પણ આવી શકતા નથી ત્‍યારે વધુ એક વખત વેપારી એસોસીએશને આંદોલનનું શસ્‍ત્ર ઉગામવા  આજે સવારના ૧૦ થી ૧ વાગ્‍યા સુધી  અડધો દિવસ બપોર સુધી વેપાર-ધંધા બંધ રાખી ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવ્‍યો હતો.

સૌથી જુની મુખ્‍ય બજાર લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડ પર ગેરકાયદેસર પાથરણાવાળાઓનો કબ્‍જો ચાલુ જ છે. દરરોજ સાંજે તો ફરી તહેવારના દિવસોમાં જેવી હાલત હોય છે એવી જ સ્‍થિતિ સર્જાઇ જાય છે અને સ્‍કુટર પણ માંડ નીકળે છે. આ રોડ દર રવિવારે રવિવારી બજારમાં ફેરવાઇ જાય છે.

બેઠકમાં લાખાજીરાજ રોડ પર ગેરકાયદેસર રીતે બેસતા પાથરણાવાળા, રેકડીવાળા અને રીક્ષા વાળાઓના દબાણને દૂર કરવા મંગળવારે બપોરે ૧ વાગ્‍યા સુધી વેપાર-ધંધા બંધ રાખી ધરણા પ્રદર્શન કરેલ.

વેપારીઓ સાંગણવા ચોક પાસે એકત્ર થઈ ધરણા પર બેસી ગેરકાયદેસર દબાણ અંગે વિરોધ પ્રદર્શન કરશે. છેલ્લા ચાર વર્ષથી લાખાજીરાજ રોડ વિસ્‍તારમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી બેસણા પાથરણા વાળા સામે વેપારીઓ અનેક વખત રજૂઆત કરી છે છતા તંત્ર દ્વારા કોઈ નકકર પગલા લેવામાં ન આવતા વેપારીઓએ કંટાળી ધરણા આંદોલનનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો.(૬.૧૪)

 

(2:57 PM IST)