તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Monday, 22nd December 2025
બાલભવન પાસે વાહનની ડેકી તોડી ૪૨ હજારની ચોરીમાં રામનાથપરાનો મહેશ સરવૈયા પકડાયો
રેસકોર્ષ વોકીંગમાં આવેલા કરણ પાર્કના યુવાનના રૂપિયા ચોરાયા હતાં પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ એમ. જે. વરૂ અને ટીમની કાર્યવાહીઃ તોૈફિકભાઇ જુણાચ, વિરેન્દ્રસિંહ પરમારની બાતમી

રાજકોટ તા. ૨૨: રેસકોર્ષ બાલભવનના ગેઇટ પાસે પાર્કિંગમાં રાખેલા એક્ટીવાની ડેકીમાંથી રોકડ ચોરી લેવામાં આવી હતી. આ ગુનાનો ભેદ પ્ર.નગર પોલીસે ઉકેલી રામનાથપરા-૫માં હલીમા મંઝીલ ખાતે રહેતાં મહેશ પરબતભાઇ સરવૈયા-ભરવાડ (ઉ.વ.૪૨)ને પકડી લઇ જીજે૦૩એફબી-૦૨૮૬ નંબરનું ટુવ્હીલર, રોકડા રૂા. ૩૮ હજાર અને ઓરીજીનલ આધારકાર્ડ કબ્જે કરાયા છે.
નાના મવા રોડ પર કરણ પાર્કમાં રહેતાં અને ચાંદીકામ કરતાં ચેતનભાઇ શીવલાલભાઇ ઉંધાડ ૧૮મીએ સવારે આઠેક વાગ્યે જીજે૦૩એફપી-૨૪૮૩ નંબરનું એક્ટીવા લઇ રેસકોર્ષ બાલભવનના ગેઇટ પાસે આવ્યા હતાં. અહિ વાહન પાર્ક કરી તે વોકીંગમાં ગયા હતાં. વોકીંગ કરીને આવ્યા ત્યારે તેના એક્ટીવાની ડેકી તુટેલી હતી અને અંદર રાખેલા રૂા. ૪૨ હજાર રોકડા, ઓરીજીનલ આધાર કાર્ડ ગાયબ હતાં. આથી મિત્રને જાણ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.
ચોરીનો ગુનો નોંધાયા બાદ ડીટેક્ટ કરવા ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે ડી. સ્ટાફના વિરેન્દ્રસિંહ પરમાર અને તોૈફિકભાઇ જુણાચને મળેલી બાતમી પરથી મહેર સરવૈયાને પકડી લેવાયો હતો. આ શખ્સ છુટક મજૂરી કરે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એમ. જ.ે વરૂ, હેડકોન્સ. મયુરરાજસિંહ જાડેજા, જયંતિભાઇ વાવડીયા, કોન્સ. ચાંપરાજભાઇ ખવડ, તોૈફિકભાઇ મંધરા, વિરેન્દ્રસિંહ પરમાર, તોૈફિકભાઇ જુણાચ, જયપાલસિંહ ઝાલા, રિયાઝભાઇ ભીપોત્રા, વનરાજભાઇ બોરીચા, જયપાલસિંહ, વિશ્વજીતસિંહ ઝાલા અને ધર્મેશભાઇ મોણપરાએ આ કામગીરી કરી હતી.
ઝડપાયેલા શખ્સે પોતે હાર્ડવેરની દૂકાનમાં મજૂરી કરતો હોવાનું અને દેણુ થઇ જતાં આ ચોરી કર્યાનું રટણ કર્યુ હતું. જુના મોડેલનું એક્ટીવા હોઇ તેમા પોતાની પાસેની ચાવી લગાડતાં લાગી જતાં ડેકી ખોલી રોકડ ઉઠાવી લીધી હતી.
(3:06 PM IST)










