<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ઘાતક ચાઇનીઝ દોરાની ફીરકીઓ સાથે કીટીપરાનો અપ્‍પુ, સદરના વેપારી પકડાયા

એ-ડિવીઝન પોલીસ અને એલસીબી ઝોન-૨ ટીમની કામગીરી

રાજકોટઃ મકર સંક્રાંતિ પર્વને હજુ સમય છે એ પહેલા જ અમુક વેપારીઓ, છુટક ધંધાર્થીઓ નફો રળી લેવાની લ્‍હાયમાં જોખમી એવો ચાઇનીઝ દોરો વેંચવા માંડયા છે. એ-ડિવીઝન પોલીસ અને એલસીબી ઝોન-૨ની ટીમે બે શખ્‍સોને આવા ઘાતક દોરાના જથ્‍થા સાથે પકડી લીધા છે. એ-ડિવીઝન પોલીસના હેડકોન્‍સ. મહેશભાઇ ચાવડા, કલ્‍પેશભાઇ બોરીચાની બાતમી પરથી મોચી બજાર જુની સટ્ટા બજાર નજીક જાહેર શોૈચાલય પાસેથી અપ્‍પુ નાનાભાઇ વઢવાણીયા (ઉ.વ.૨૦-રહે. કીટીપરા, ગાયકવાડી પાસે)ને રૂા. ૨૦ હજારની ચાઇનીઝ દોરાની ૧૦૦ ફીરકી સાથે પકડી લેવાયો હતો.

જ્‍યારે એલસીબી ઝોન-૨ દ્વારા બાતમીને આધારે સદર બજારમાં આવેલા શીવશક્‍તિ સિઝન સ્‍ટોરમાં દરોડો પાડી વેપારી નિલેષ રમેશભાઇ કુંડોલીયા (રહે. રૈયા રોડ સમર્પપણ સોસાયટી-૧, સદ્દગુરૂ તિર્થધામ સામે)ને રૂા. ૪૬૦૦ની ૨૩ ચાઇનીઝ દોરાની ફીરકીઓ સાથે પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, કલ્‍પેશભાઈ બોરીયા, મહેશભાઇ ચાવડા, કનુભાઇ બસીયા, સાગરભાઈ માવદીયા, ધારાભાઈ વાનરીયા, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇ ડેર તથા એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. સદરના વેપારીએ પોતાની પાસે પડતર માલ હોવાનું રટણ કર્યુ હતું.

(2:32 PM IST)