News of Monday, 1st December 2025
બાર એસો.ની ચૂંટણીના ઢોલ વાગ્યા : પ્રમુખપદના દાવેદાર સુરેશ ફળદુની લીગલ સેલ સમરસ પેનલના કાર્યાલયનું ઉદ્ઘાટન
પ્રથમ યાદીમાં ભાજપ લીગલની પેનલ જાહેર કરાયા બાદ બીજી યાદીમાંથી ભાજપ લીગલ સેલનું નામ હટાવી દેવાયું : હવે સમરસ પેનલના નામે ચૂંટણી લડાશે : હોદ્દેદારોના નામો જાહેર કર્યા

રાજકોટ, તા. ૧ : ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગર લીગલ સેલ કાર્યરત છે જે લીગલ સેલ દ્વારા સમાન વીચારધારા ધરાવતા સક્ષમ વ્યકિતઓની આગામી રાજકોટ બાર એશોસીએશનની વર્ષ ૨૦૨૫-૨૬ ની તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ યોજાનાર ચુંટણીમાં લીગલ સેલ ધ્વારા લીગલ સેલ સમરસ પેનલથી સુરેશભાઈ ફળદુના પ્રમુખ પદના નેજા હેઠળ પુરી ટીમની ઉમેદવારી નોંધાવવાની હોય જે ચુંટણી સબંધે લીગલ સેલ સમરસ પેનલ ના મધ્યસ્થ કાર્યાલયનું ગત તા.૨૯/૧૧/૨૦૨૫ ના રોજ ટોગર રોડ પર આવેલ વિરાણી હાઈસ્કુલ ખાતેના મઘ્યસ્થ હોલમાં ઓપનીંગ રાખેલ હતુ, જે ઓપનીંગમાં રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ પ્રત્યક્ષ હાજર રહેલ હતા તે ઉપરાંત અનેક સિનિયર તથા જુનીયર ધારાશાષાીઓની હાજરીમાં કાર્યાલયનું ભારે જનમેદની વચ્ચે સફળ ઓપનીંગ થયેલ હતુ તેમજ આ કાર્યક્રમ દરમિયાન લીગલ સેલ સમરસ પેનલ દ્વારા પ્રમુખ પદથી લઈ કારોબારી સભ્ય પદ સુધીના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરેલ હતી. લીગલ સેલ સમરસ પેનલ ધ્વારા આ કાર્યક્રમ દરમીયાન પ્રમુખ પદે સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલવી. મેહતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, તથા કારોબારી સભ્ય પદ માટે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠક્કર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા તેમજ કારોબારી સભ્ય મહીલા અનામત માટે હીરલબેન જોષી, મીતાબેન રાવ, અલ્કાબેન પંડયાને લીગલ સેલ સમરસ પેનલના ઉમેદવાર તરીકે જાહેર કરેલ હતા.
લીગલ સેલ સમરસ પેનલ ના કાર્યાલયના ઓપનીંગ સમયે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા ધારાસભ્ય દર્શીતાબેન શાહ દ્વારા હાજર તમામ સિનિયર જૂનીયર ધારાશાષાીઓને લીગલ સેલ સમરસ પેનલ ને પેનલ ટુપેનલ મત આપી જંગી બહુમતીથી ચુંટી કાઢવા માટે અપીલ કરવામાં આવેલ હતી સાથો સાથે પેનલને શુભેચ્છાઓ પાઠવેલ હતી. આ પ્રસંગે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ માધવભાઈ દવેને અરજન્ટ જવાનું થતા અનિવાર્ય કારણોસર તેઓ હાજર રહી શકેલ નહી તેમજ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા ઉદયભાઈ કાનગડ બહાર ગામ લગ્નમાં હોવાથી હાજર રહી શકેલ ન હોય જેઓએ લીગલ સેલ સમરસ પેનલ ને શભેચ્છા સંદેશ પાઠવેલ હતા.
લગ્ન ગાળાની સીઝન હોવા છતા લીગલ સેલ સમરસ પેનલ ના મધ્યસ્થ કાર્યાલયના ઓપનીંગમાં સિનિયર જુનીયર સહિત આશરે ૭૦૦ વધુ ધારાશાષાીઓએ હાજર રહી સમરસ પેનલના હોદેદારોને મત આપવા અને અપાવવા માટેનો કોલ આપેલ હતો તેમજ આ ભારે જનમેદની વચ્ચે સમરસ પેનલની જીત નિ?તિ હોવાનું હાજર ધારાશાષાીઓમાં ચર્ચાય રહયુ હતુ.
મળતી માહીતી મુજબ ભાજપ પ્રેરીત સમરસ પેનલને પહેલાથી જ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના લીગલ સેલ ધ્વારા ટેકો જાહેર કરી દેવામાં આવેલ હતો જે મધ્યસ્થ કાર્યાલયના ઓપનીંગ વખતે સાંસદ રામભાઈ મોકરીયાએ સ્પષ્ટ કરી દીધેલ હતુ અને આ મધ્યસ્થ કાર્યાલયના અપનીંગમાં જેની પ્રેરક હાજરી ગણી શકાય એવા સિનીયર ધારાશાષાીઓ લલિતસિંહ જે. શાહી, ગીરીશભાઈ ભટ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, તુલશીદાસ ગોંડલીયા, અનિલભાઈ દેસાઈ, હરેશભાઈ દવે, નરેશભાઈ દવે, પિયુષભાઈ શાહ, એન.જે. પટેલ, નલિનભાઈ શુકલ, કમલેશભાઈ શાહ, કિરિટ પાઠક, અર્જુનભાઈ પટેલ, પી.સી. વ્યાસ, કિશોરભાઈ સખીયા, જી.એલ.રામાણી, સી.એચ. પટેલ, તરૂણભાઈ કોઠારી, નરેન્દ્રભાઈ બુસા, જે.એફ. રાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલિપભાઈ જોષી, મનિષ ખખ્ખર, શ્યમલભાઈ સોનપાલ, દિલેશ શાહ, રાકેશ ગોસ્વામી, સી.એમ. દક્ષીણી, મયંકભાઈ પંડયા, જયેશ બોઘરા, હેમંત ભટ, જીજ્ઞેશ જોષી, શૈલેષ ભટ, આનંદભાઈ જોષી, કે.ડી. શાહ, મિતુલભાઈ આચાર્ય, જતીન ઠકકર, અજય જોષી, ભગીરથસિંહ ડોડીયા, હીતેન્દ્રસિંહ ગોહેલ, આર.ડી. ઝાલા, મૌલીકભાઈ ફળદુ, દિપકભાઈ ભીમાણી, ભરતભાઈ બુધ્ધદેવ, અશ્વિન ગોસાઈ, હિતેષભાઈ દવે, તુષાર બસલાણી, રૂપરાજસિંહ પરમાર, આબીદ શોષન, કમલેશ ડોડીયા, રક્ષિત કલોલા, ભાવેશ રંગાણી, બી.એમ. પટેલ, દિપેશ અંધારીયા, રાજેશ ફળદુ, પ્રશાંત લાઠીગરા, ભાવિન દફતરી, પથીક દફતરી, તરૂણ માથુર, પરેશ કુકડીયા, અશ્વિન મહાલીયા, ડી.બી. બગડા, અશોક ડાંગર, આર.ડી. દવે, અશ્વિન સેખલીયા, વિરેન વ્યાસ, અજયસિંહ ચૌહાણ, બાલાભાઈ સેફાતરા, જીજ્ઞેશ સભાડ, હર્ષદભાઈ માણેક, ધીમંત જોષી, હરેશભાઈ પરસોંડા, જીતેન્દ્ર પારેખ, હિમાંશુ પારેખ, નિવિદ પારેખ, પારસ શેઠ, પ્રફુલ વસાણી, કમલેશ રાવલ, અતુલભાઈ જોષી, મુકેશ પીપળીયા, મોનીષ જોષી, અભિષેક શુકલા, નીયલ ડેડાણીયા, નીતીન સગપરીયા, વિમલ ડાંગર, ઘનશ્યામભાઈ હેરભા, પ્રદિપભાઈ ડવ, દિનેશભાઈ વળોતરીયા, જયકળષ્ણભાઈ માકડીયા, પી.એચ. પનારા, કિશન ટીલવા, હીતેષ રાદડીયા, જે.સી. પરસાણા, રીધમ ઝાલાવડીયા, પ્રણવ પટેલ, સૌરભ પટેલ, લલિત કાલાવડીયા, એમ.કે. જાડેજા, સંજય જોષી, કિશોર કાનાણી, પ્રફુલ રાજાણી, સી.એમ. પટેલ, રમેશ આદરોજા, અરવીંદ વસાણી, વીજય ભટ, અતુલ મેહતા, ધર્મેશ મેહતા, રાકેશ કોઠીયા, જગદીશ સોરઠીયા, હેમાંશ શીશાંગીયા, બીપીન ટાંક, ડી.ડી. મેહતા, રાજભા ઝાલા, આનંદ પરમાર તથા મહીલાઓમા રંજનબેન રાણા, લતાબેન જોષી, ચેતનાબેન કાછડીયા, અંજનાબેન ખુંટ, વીણાબેન કોરાટ, રમાબેન ગુપ્તા, નમીતા કોઠીયા, અલ્પા મેહતા, નેહા જોષી, રેખાબેન હરખાણી, હેતલબેન રાજદેવ, રશ્મિબેન જોષી, વિગેરેએ હાજરી આપેલ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રથમ યાદીમાં ભાજપ લીગલ સેલના નેજા હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરાઇ હતી. કાયદેસરનું ઉદ્્ઘાટન કરાયા બાદની યાદીમાંથી ભાજપ લીગલ સેલનું નામ હટાવી લેવાના અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.
(1:21 PM IST)










