<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

રાજકોટ: કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં રૂ. ૧.૯૬ લાખથી વધુની રકમ અને ૦૭ મોબાઈલ ફોન પરત કરાયા

ડીસીપી હેતલ પટેલ (ઝોન-૦૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર.એસ. બારીયાની સૂચના અનુસાર પીઆઇ બી.પી.રજયા અને ટીમની કાર્યવાહી

​રાજકોટ: શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોના ગુમ થયેલા/ચોરી થયેલા મોબાઈલ ફોન અને સાયબર ફ્રોડથી ગુમાવેલ રકમ પરત કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી રાજકોટ શહેરના મ્હે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશ્નર હેતલ પટેલ (ઝોન-૦૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર.એસ. બારીયા સાહેબ (ઉત્તર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સપેકટર શ્રી બી.પી. રજયાના માર્ગદર્શન હેઠળ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની સાયબર સેલ ટીમે ટેકનીકલ સોર્સ અને "CEIR" પોર્ટલના સતત મોનિટરીંગના આધારે ગુમ/ચોરાયેલા કુલ ૦૭ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧,૩૧,૬૮૨/-) શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત, સાયબર પ્રોસિઝર દ્વારા ત્રણ અરજદારોએ ઓનલાઇન ફ્રોડથી ગુમાવેલ રૂ. ૬૪,૭૬૨/-ની રકમ પણ પરત અપાવવામાં આવી હતી. આમ, કુલ મળીને રૂ. ૧,૯૬,૪૪૪/-ની રકમ અને મુદ્દામાલ અરજદારોને આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં સુપરત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તમામ લાભાર્થીઓને તેમના મોબાઇલ અર્પણ કરવાની સાથે જ આજકાલ વધી રહેલા સાઇબર ફ્રોડથી બચવા માટેની જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેના પગલે ઉપસ્થિત તમામ અરજદારોએ પોલીસની આ અસરકારક અને ઝડપી કામગીરીની સરાહના કરી હતી. 
 

(8:58 PM IST)