<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

મનપામાં ઇ-ગવર્નન્‍સ પોર્ટલનો પ્રારંભઃ તમામ ફાઇલોનો ડેટા એક ક્‍લિકથી મળશે

લોકોને મળશે મોટી રાહતઃ પરિપત્ર સહિતના ડોકયુમેન્‍ટ પણ અપલોડ કરાશે : ઓટોમેશન, પારદર્શિતા, જવાબદારી અને પેપરલેસ પ્રક્રિયા ઝડપી બનશે

રાજકોટ, તા.૨૯: મનપામાં થતા અનેક કામો સમયસર ન થતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. અધિકારીઓ દ્વારા ફાઇલ અંગે વિવિધ પ્રકારના બહાનાઓ કાઢી અરજદારોનો સમય બરબાદ કરવામાં આવતો હોય છે. જેના લીધે અનેક લોકોના કામો અટકી પડી છે. પરંતુ સરકારે ઇ-ગવર્નન્‍સ પોર્ટલનો પ્રારંભ કરી તમામ વિભાગની ફાઇલની પીડીએફ પોર્ટલમાં સેવ કરવાની સૂચના આપ્‍યા બાદ મનપાએ હવે દરેક વિભાગના દરેક કામની ફાઇલો તેમજ પરિપત્ર સહિતના ડોકયુમેન્‍ટ અપલોડ કરવાનુ શરૂ કરાતા હવે ફાઇલોનો ઉલાળ્‍યો કોઇ કર્મચારી કે, અધિકારી દ્વારા થઇ શકે નહીં.

આ અંગે વધુ વિગત આપવા માટે મનપામાં ઇ-ગવર્નન્‍સ અંતર્ગત ટ્રેનિંગ યોજાઇ હતી. જેમાં અધિકારીઓ તથા કર્મચારીઓને ઇ-ગવર્નન્‍સ પોર્ટલની વિસ્‍તળત માહિતી તથા નવી કામગીરી અંગે વાકેફ કરવામાં આવ્‍યા હતા.

મહાનગરપાલિકામાં ગઇકાલે ઇ-ગવર્નન્‍સ પોર્ટલ અંતર્ગત કર્મચારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આ અંગે માહિતી પ્રાપ્ત થયા મુજબ સરકાર દ્વારા તમામ સરકારી  કચેરીઓમાં થતી કામગીરીનો ડેટા એક કલીકથી ઉપલબ્‍ધ થઇ શકે તે માટે ઇ-ગવર્નન્‍સ પોર્ટલ તૈયાર કરવામાં આવ્‍યુ છે.

જેમાં મહાનગરપાકિલાના તમામ વિભાગોમાં થતી તમામ કામોની ફાઇલો તેમજ ઓર્ડર અને પરિપત્રોની પીડીએફ તૈયાર કરી પોર્ટલમાં સેવ કરવામાં આવી રહી છે. વર્ષો પહેલા મહાનગરપાલિકામાં લેખિત કામગીરી થતી હોવાથી ફાઇલોના થપ્‍પે થપ્‍પા લાગ્‍યા હતા અને આજે પણ ફાઇલોના પોટલાઓના ગોડાઉન ભર્યા છે.

આ પધ્‍ધતીના કારણે કોઇ પણ અરજદાર અથવા અધિકારીને જૂની ફાઇલની જરૂરીયાત ઉભી થાય ત્‍યારે પોટલાઓમાંથી ફાઇલો શોધવામાં વધુ સમય લાગતો હતો. તેમજ કાગળની આયુષ મુજબ અમૂક ફાઇલો વર્ષો પછી રદી થઇ જવાથી અનેક અગત્‍યના કાગળોથી તંત્રએ હાથ ધોવા પડતા હતા.

જેથી સરકારે ઇ-ગવર્નન્‍સ પોર્ટલ તૈયાર કરી હવે કાળજી ફાઇલોની સાથોસાથ તમામ ડેટા પોર્ટલ ઉતર અપડેટ કરવાનો આદેશ કર્યો છે. જેના લીધે કોઇ પણ અધિકારી તેમના વિભાગની ફાઇલ નંબરના આધારે એક કલીકથી શોધી શકશે જેના લીધે કામમાં પારદર્શિતા અને અધિકારીઓની જવાબદારી તેમજ પેપર લેસ પ્રક્રિયા ઝડપી બનશે

(3:25 PM IST)