News of Thursday, 27th November 2025
પરાપીપળીયાના ખેડૂત ભીખાભાઇ બાલાસરાનું હૃદય બેસી ગયું
બેભાન હાલતમાં હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૭: જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામે રહેતાં ભીખાભાઇ આલાભાઇ બાલાસરા (ઉ.વ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ભીખાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે બહેનના એકના એક વચેટ ભાઇ હતાં. સંતાનમાં બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. મોભીના મોતથી બાલાસરા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:57 PM IST)










