News of Thursday, 27th November 2025
પ્રાચીન-અર્વાચીન રાસની રમઝટઃ રાજય કક્ષાની સ્પર્ધા નિહાળવા માટે કલાપ્રેમીઓને નિમંત્રણ
રાજય સરકારનું આયોજનઃ સમય બપોરે ૨ થી સાંજે ૭ સુધી

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા તા.૨૫ થી ૨૮ સુધી હેમુગઢવી હોલમાં યોજાયેલ રાજયકક્ષાની રાસ ગરબા સ્પર્ધાની તસ્વીરી ઝલક.
રાજકોટ તા. ૨૭: નવેમ્બર - ખેલૈયાઓના ધમાકેદાર પર્ફોર્મન્સથી હેમુ ગઢવી હોલનું સ્ટેજ રણઝણી ઉઠ્યું હતું. પ્રાચીન અને અર્વાચીન ગરબા તથા રાસની એક પણ ભૂલ વગરની સામૂહિક રજૂઆતે ઉપસ્થિતોને આヘર્યચકિત કરી દીધા હતા. રાજ્યભરના ૩૨ જિલ્લાઓમાંથી આવેલા ઉત્કળષ્ટ કલાકારોએ તેમની કલાના કામણથી વાતાવરણ ભક્તિમય અને જીવંત બનાવી દીધું હતું. માઈક અથવા પ્રી રેકોર્ડેડ કળતિને બદલે કલાકારોએ ગરબા જાતે જ ગયા હતા. પારંપરિક રંગીન પરિધાન અને આભૂષણોએ સમગ્ર માહોલને ગરિમામય બનાવ્યો હતો.
રાજકોટ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધાના બીજા દિવસે ધારાસભ્ય દર્શિતાબેન શાહે સ્પર્ધકોનો ઉત્સવ વધારતાં જણાવ્યું હતું કે ગરબો એ મા જગદંબા પ્રત્યેની આસ્થા અને ભક્તિનું પ્રતીક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરબાને વૈશ્વિક ફલક પર માન્યતા અપાવી છે. ગરબો એ ગુજરાતની સાંસ્કળતિક વિરાસત છે, જેને આગળ વધારતી આજની યુવા પેઢીને જોઈને આનંદની લાગણી થાય છે.
રાજકોટ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધા ગરબા સ્પર્ધા-૨૦૨૫ ના બીજા દિવસે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડી.સી.પી.શ્રી હેતલ પટેલ, નિર્ણાયકો સર્વશ્રી મીરાંબેન ઉપાધ્યાય, શ્રી પારૂલબેન શાહ અને શ્રી નમ્રતાબેન શાહે દિપ પ્રાગટયથી સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો. રાસ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે શ્રી મહેન્દ્ર અણદાણી, શ્રી રાજુલ દવે અને શ્રી કીર્તિદેવસિંહ ગોહિલે સેવાઓ આપી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દિહોરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
રમત-ગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓના વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા સંયુક્તપણે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ચાર દિવસની રાજ્ય કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને રાજકોટની કલાપ્રેમી જનતા ૨૮ નવેમ્બર સુધી માણી શકશે. રાસગરબાનો સમય બપોરે ર થી સાંજે ૭ વાગ્યા સુધીનો છે.
(4:00 PM IST)










