<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

સહકાર રમોત્‍સવનો આજથી પ્રારંભઃ રમોત્‍સવ માણવા નિમંત્રણઃ જયોતિન્‍દ્રમામા

રાજકોટઃ ગુજરાત અર્બન કો-ઓપેરેટિવ બેન્‍કસ ફેડરેશન અને ધી ગુજરાત સ્‍ટેટ કો- ઓપેરેટિવ બેંકના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ‘‘સહકાર રમતોત્‍સવ ૨૦૨૫-૨૬''નો  રાજકોટ ખાતેથી શુભારંભ થઈ રહ્યો છે. વિવિધ રમતો પૈકી એડીસી બેંક ક્રિકેટ ટુર્નામેંટના મેચ કાલથી રાજકોટમાં વિવિધ સહકારી બેન્‍કની ટીમ વચ્‍ચે રમાશે.

રાજકોટમાં ૯ ટીમની વચ્‍ચે પાંચ મેચ રમાશે અને તેમાં વિજેતા થયેલી ટીમ આગળ રમવા માટે જશે.આજે તા. ૨૨ને શનિવારે, સવારે ૮ વાગ્‍યાથી મેચ શરૂ થઇ ગયેલ છે જે  શહેરના માધાપર ચોકડી પાસે આવેલ મેક ક્રિકેટ એકેડમી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રમાઇ રહેલ છે.

આજની મેચમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ની સામે ધ કચ્‍છ ડિસ્‍ટ્રિક્‍ટ સેન્‍ટ્રલ કો- ઓપેરેટિવ બેંક લિ.,વિજય કોમશીયલ કો- ઓપેરેટિવ બેંકની સામે રાજકોટ પીપલ્‍સ કો- ઓપેરેટિવ બેંક, ભાવનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો- ઓપેરેટિવ બેંકની સામે ધ જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો- ઓપેરેટિવ બેંક, ધ ગાંધીધામ મર્કન્‍ટાઈલ કો- ઓપેરેટિવ બેંકની સામે ગોંડલનાગરિક સહકારી બેંક, જીવન કોમશીયલ કો- ઓપેરેટિવ બેંકની સામે ઉપરોક્‍ત વિજેતા ટીમનો મેચ યોજાશે.

ગુજરાત અર્બન કો- ઓપેરેટિવ બેંકસ ફેડરેશનના ચેરમેન અને સહકારી અગ્રણી જ્‍યોતિન્‍દ્રભાઈ મામા જણાવે છે કે, ‘‘પ્રતિવર્ષ વિવિધ રમતો સાથે સહકાર રમતોત્‍સવનું આયોજન થાય છે અને તેમા અનેક સહકારી બેન્‍કોનાકર્મચારીઓ ઉત્‍સાહભેર ભાગ લે છે. મોટાભાગના લોકો એકબીજાથી પરિચિત હોવાથી આનંદ-પ્રમોદ કરતાં-કરતાં રમત રમે છે. હરિફાઇના વાતાવરણને બદલે પરિવાર ભાવના બધુ જોવા મળે છે.''

ઉપરોક્‍ત સમગ્ર આયોજન માટે ગુજરાત અર્બન કો- ઓપરેટિવ બેંકસ ફેડરેશનના અજયભાઈ વાળા અનેટીમ અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે. સહકારી બેંકિંગ જગત અને સહુ રમત પ્રેમીઓને અવશ્‍ય પધારવા હાર્દિક નિમંત્રણ અપાયાનું શ્રી અલ્‍પેશ મહેતાએ જણાવ્‍યું છે. 

 

(2:20 PM IST)