તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 22nd November 2025
‘પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના' અંગે રાજકોટમાં યોજાયો સેમિનાર
ઇપીએફઓ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘એમ્પ્લોયીસ એનરોલ મેન્ટ કેમ્પેઇન ૨૦૨૫' યોજના વિષે પણ માહિતી અપાઇ

રાજકોટ : ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના'' (રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજના) હેઠળ, ઇપીએફઓ, રાજકોટના ઔદ્યોગિક એકમોને આ યોજનાની વિસ્તૃત જાણકારી આપવા હેતુ તથા આ યોજનાને લગતી મૂંઝવણો દુર કરવા હેતુ એક સેમીનારનું આયોજન રાજકોટ ખાતે ધ્વની એન્ટરપ્રાઇઝની ઓફિસે કરવામાં આવેલ હતું.
આ સેમીનારમાં ૨૨થી પણ વધારે ઓૈદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ હાજરી આપેલ હતી. કાર્યક્રમમાં ઇપીએફઓના અધિકારીઓ નિમિત મહેતા, ચિરાગ રાચ્છ તેમજ મોહિત છાજેડે આ યોજના વિશેની જાણકારી આપી હતી. આ યોજના દ્વારા પહેલી વાર નોકરી મેળવતા કર્મચારીઓને રૂ. ૧૫,૦૦૦ સુધીની પ્રોત્સાહન રકમ બે હપ્તામાં આવશે, તથા સંસ્થાને દરેક નવા કર્મચારીઓ માટે રૂ. ૩,૦૦૦ સુધીની માસિક આર્થિક પ્રોત્સાહન રકમ મળશે. નિર્માણ ક્ષેત્ર માટે આ પ્રોત્સાહન યોજના ચાર વર્ષ સુધી લાગુ રહેશે, જ્યારે અન્ય ક્ષેત્રોની સંસ્થાઓ માટે બે વર્ષ લાગુ રહેશે, યોજના હેઠળ, ૫૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા પ્રતિષ્ઠાનોએ પાંચ કે તેથી વધુ નવા કર્મચારીઓની ભરતી કરવી પડશે.
આ યોજના ઉપરાંત ઇપીએફઓ દ્વારા મંજુર કરવામાં આવેલી ‘‘એમ્પ્લોયીસ એનરોલમેન્ટ કેમ્પૈન ૨૦૨૫'' યોજના વિષે પણ સેમીનારમાં માહિતી આપવામાં આવેલી હતી. આ યોજનાનો ઉદે્શ્ય નોકરીદાતાઓને ૦૧. ૦૭. ૨૦૧૭ થી ૩૧. ૧૦. ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ઇપીએફ ક્વરેજમાંથી બાકાત રહેલા લાયક કર્મચારીઓને સ્વેચ્છાએ નોંધણી કરવા અને તેમના ભૂતકાળના કમ્પ્લાઇન્સને નિયમિત કરવા માટે ખાસ વિન્ડો પ્રદાન કરવાનો હોવાનું જણાવાકયું છે.
ઉપસ્થિત અધિકારીઓએ તમામ સંસ્થાઓને અપીલકરી હતી કે તેઓ આ યોજનાઓ માત્ર રોજગારીમાં જ વધારો કરવાનો નહિ, પરંતુ તમામ ક્ષેત્રના યુવાનોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. સમગ્ર ઉદ્યોગ જગતે આ અવસરનો લાભ લેવો જોઇએ અને નવા રોજગાર સર્જન માટે પ્રતિબદ્ધ થવું જોઇએ. તેમ અંતમાં જણાવાયું છે
(2:15 PM IST)










