<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

શ્રી રણછોડદાસજી બાપુ હોસ્‍પિટલને દાતાઓ દ્વારા ટાટા કેરીની ત્રણ ગાડી અર્પણ

 

રાજકોટ : શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, રાજકોટ દ્વારા આંખના મોતિયાનાં દર્દી ભગવાનની વિના મૂલ્‍યે અને ઉત્તમોઉત્તમ સારવાર કરવામાં આવે છે. આ દર્દી ભગવાનની અમૂલ્‍ય સેવા જોઇને મુંબઇના ગુરૂભક્‍ત મણીભાઇ સેજપાલ તથા કલ્‍પનાબેન સેજપાલ તેમના સ્‍વજન સ્‍વ. કાશીબેન પ્રેમજીભાઇ સેજપાલ તથા સ્‍વ. પ્રેમજીભાઇ મોનજીભાઇ સેજપાલની પૂણ્‍ય સ્‍મૃતિમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલને નેત્ર યજ્ઞની સેવા માટે ટાટા કેરીની ૩ ગાડીની ભેટ આપેલી છે.

 ત્રણેય ગાડીની પૂજન તથા અર્પણવિધિમાં દાતા પરિવાર તરફથી સંસ્‍થાને અર્પણ કરેલ હતી. પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, રાજકોટ દ્વારા દાતા પરિવારનો આભાર વ્‍યકત કરવામાં આવેલ. (શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ, સદ્‌ગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ, મો. ૮૪૬૦૯ર૮પ૦૮, ૯પ૮૬૩૦૮૧૭૮, ૯૮૭૯૭૩૪૧૭૮)

(4:12 PM IST)