<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

મિલાવટ...મિલાવટ... બટર- પનીર- ખાદ્યતલ- ડ્રીકીંગ વોટરમાં ભેળસેળ ખુલ્લીઃ ૪ નમુના નાપાસ

લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ખુલ્લેઆમ ચેડાં : નાનામવા રોડના સીધેશ્વર ઢોસા, ૮૦ ફુટ રોડના ગાયત્રી મદ્રાસ કાફે, કોઠારીયા રોડની શ્‍યામ ડેરી પ્રોડકટ તથા માંડા ડુંગરના બીલકીંગ ડ્રીકીંગ વોટરના સેમ્‍પલના પૃથ્‍થકરણમાં પોલ ખુલીઃ આજીડેમ વિસ્‍તારના રર ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણીઃ ૧૨ને લાઇસન્‍સ અંગે સૂચના

રાજકોટ તા.૧૮: શહેરીજનોના જન આરોગ્‍ય હિતાર્થે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારના ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકી હાથ ધરવામાં આવી રહયુ છે ત્‍યારે થોડા સમય પહેલા સીધેશ્વર ઢોસામાંથી બટર, ગાયત્રી મદ્રાસ કાફેમાંથી કપાસીયા તેલ તથા શ્‍યામ ડેરી પ્રોડકસમાંથી પનીર તથા  ક્રાઇટલ બેવરેજીસમાં બિલકીંગ વોટરના નમુના પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા તમામ નમૂના નાપાસ જાહેર થયા છે.

આ ઉપરાંત આજીડેમ ચોકડી વિસ્‍તારમાં ૧૨ ધંધાર્થીને લાઇસન્‍સની નોટીસ પાઠવવામાં આવી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘સીધેશ્વર ઢોસા', નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ, RMC આરોગ્‍ય કેન્‍દ્ર સામે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ બટર (લુઝ) નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં B.R.READING AT 40 C મિલ્‍ક સોલીડ નોટ ફેટ ની માત્ર ધારાધોરણ કરતાં વધુ, રીચર્ટ વેલ્‍યૂ ધારા ધોરણ કરતાં ઓછી તથા તીલ ઓઇલની હાજરી હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા ‘ગાયત્રી મદ્રાસ કાફે', તીર્થ એપાર્ટમેન્‍ટ. ગ્રા.ફ શોપ નં.૦૧ થી ૦૪, કાર્તિક પાર્ટી પ્‍લોટ, ૮૦ ફૂટ રોડ, જૂના મોરબી રોડ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "ANMOL SUPER REFINED KAPAASIYA TEL (FROM 15 KG PKD TIN)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં B.R.READING AT 40 C, આયોડિન વેલ્‍યૂ ધારા ધોરણ કરતાં વધુ તથા કોટન સીડ ઓઇલના ટેસ્‍ટમાં કપાસિયા તેલની ગેરહાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ(ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા ‘શ્‍યામ ડેરી પ્રોડક્‍ટસ', વિવેકાનંદનગર, શેરી નં. ૦૯ ખૂણો, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "SAVARIYA LOW FAT PANEER (FROM 5 KG PKD) નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્‍યૂ ધારા ધોરણ કરતાં ઓછી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા "CRYTAL BEVERAGES", પરશુરામ ઇન્‍ડ. એરિયા-૧, શેરી નં.૦૧, માંડા ડુંગર, અજય વે-બ્રિજ સામે,રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ 'BILLKING' PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE)" નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં એરોબિક માઇક્રોબિયલ કાઉન્‍ટની માત્રા ધારાધોરણ કરતાં વધુ આવેલ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.        

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના માંડા ડુંગર-આજીડેમ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં

એમ.ડી. માર્ટ, જય ખોડિયાર ફરસાણ, ખાટુ શ્‍યામ દાળ પકવાન, શક્‍તિકળપા ફરસાણ, દ્વારકેશ ડેરી ફાર્મ, રાધે ક્રિષ્‍ના ડેરી ફાર્મ, યશશ્વિ પ્રોવિઝન સ્‍ટોર, ધાર્મિ મેડિસિન્‍સ, શ્રી ગણેશ મેડિકલ સ્‍ટોર, બાલાજી ખમણ, ગોકુલ કેરીનો રસ તથા મિલન ખમણ સહિત ૧ર ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવી હતી.

(3:54 PM IST)