તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
પેથાપુરના વૃધ્ધાશ્રમની મુલાકાતે કલેકટર મેહુલ દવે : મતદાર યાદી અંગે માર્ગદર્શન
વૃધ્ધાશ્રમના વડીલોના ફોર્મ ભરવા તંત્રને સુચનાઃ વહીવટી તંત્રને વડીલોના આશીર્વાદ

ગાંધીનગરના પેથાપુરમાં જીલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ કૈલાસધામ વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ વડીલોના આશીર્વાદ મેળવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : નિમિષ ગણાત્રા)
ગાંધીનગર, તા.,૧૩ : હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગઇકાલે ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેએ પેથાપુર ગામ ખાતે આવેલ કૈલાશધામ વળધ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.
મુલાકાત વેળાએ કલેકટર શ્રી મેહુલ દવેએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની વિગતોથી તમામ વડીલ વળધ્ધોને અવગત કર્યા હતા તેમજ વહીવટી તંત્ર દ્વારા વડીલ વળધ્ધોને મતદારયાદીના આ કાર્યક્રમમાં પ્રશાસન તરફથી જરૂરી સાથ સહકાર આપી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે તેમણે મતદારયાદીના આ તબક્કામાં તમામ વડીલોના ગણતરી ફોર્મ (EF) ભરાઈ સંબંધિત બી.એલ.ઓ.ને પરત મળી રહે તે અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ તકે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બી.એલ.ઓ. તરફથી અગાઉ વળધ્ધાશ્રમમાં રહેતા વડીલોને ગણતરી ફોર્મ (EF) પૂરા પાડવામાં આવ્યા હતા.
જે પૈકી ૧૬-વડીલ વળધ્ધ મતદારોના ફોર્મનું વર્ષ-૨૦૦૨ ની મતદારયાદી સાથે મેપીંગ/મેળવણું કરી જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી તથા બી.એલ.ઓ.ને આ ફોર્મ પરત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી જય પટેલ, પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયા, જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી જીતેન્દ્ર મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સંજયભાઈ પટેલ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી જી.એચ.સિંધાવત, ગાંધીનગરના બી.એલ. ઓ. સુપરવાઈઝર, બી.એલ.ઓ અને સરકારી શ્રમ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:35 PM IST)










