તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 11th November 2025
રાજકોટ શહેરી વિસ્તારના મતદારોને કારણે મતદારયાદી ઝુંબેશમાં રાજકોટ રેડ ઝોનમાં: કલેકટરે ગતરાત્રે ૯ વાગ્યા સુધી ‘વીસી' લીધી!!
ચૂંટણી પંચના નિયમો મુજબ ર૦૦ર માં કયા વિધાનસભા ક્ષેત્રમાં નામ હતું તે મોટો ભાગના મતદારોને ખબર નથીઃ ભારે વિટંબણા : મામલતદારો- BLOને ભારે દોડધામ, મતદારો સહકાર આપતી નથીઃ નાગરીકો મતદારોને સહકાર આપવા કલેકટર તંત્રની અપીલ : રાજકોટ આસપાસની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ લોકો ર૦૦ર નું કાઇ યાદ નથી તો નામો નીકળી જવાનો ભયઃ જો નામો નીકળશે તો ફરી દાખલ કરવા પડશે : તમામ કામો પડતા મૂકી ‘SIR'ની કામગીરી ઉપર જ લક્ષ્ય રાખવા ડો. ઓમપ્રકાશના આદેશો

રાજકોટ, તા. ૧૧: ચૂંટણી પંચની સુચના બાદ હાલ રાજકોટ શહેર-જીલ્લામાં SIR ની કામગીરી શરૂ થઇ છે, તંત્રના કહેવા મુજબ ૧૧ લાખ આસપાસ મતદારોનું મેપીંગ થઇ ગયું છે, તા. ૬ થી ૭ લાખ મતદારોને ત્યાં BLO દ્વારા ફોર્મ પહોંચી ગયા છે.
શહેર-જીલ્લામાં રરપ૬ બુથ લેવલ ઓફીસરો ઘરે ઘરે સર્વે, ફોર્મ ભરાવવા અંગે નીકળી પડયા છે.
દરમિયાન ટોચના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગ્રામ્ય વિસ્તારમાં ૯૦ થી ૯પ ટકા BLO ને ફોર્મ ભરાવવામાં, ર૦૦ર માં કયાં વિધાનસભા વિસ્તારમાં નામ હતું, તે ખરાઇ કરવામાં પ્રોબ્લેમ થયો નથી, કારણ કે ગામડાઓમાં એજ બીલ્ડીંગ હોય, લોકો પણ મોટાભાગના એજ મતદારો હોય જેથી વાંધો આવ્યો નથી, પરંતુ રાજકોટ શહેરમાં મતદારોએ બૂથ લેબલ ઓફીસરો, તેમના મામલતદારોને રાડ પડાવી દિધી છે, આ બન્ને અધીકારીઓને માત્ર ૭ દિવસમાં ભારે દોડધામ થઇ પડી છે.
કલેકટર તંત્રના અધીકારી સૂત્રોએ જણાવેલ કે રાજકોટ શહેરી વિસ્તારમાં મતદારોને કારણે SIR મતદાર યાદી ઝુંબેશમાં નબળી કામગીરીને કારણે રાજકોટ રેડ ઝોનમાં આવી ગયું છે, પરીણામે રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશે ગઇ કાલે રાત્રે ૯ વાગ્યા સુધી તમામ મામલતદારો સાથે વીસી યોજી, સમીક્ષા કરી અને અમુક મામલતદારોનો વારો ચડાવી દિધો હતો.
જો, કે આમા મામલતદાર કે BLO કે તેમના ડે. કલેકટરોનો કોઇ વાંક નથી, મતદારોજ સહકાર આપતા નથી. ભલે રહેતા હોય તે બીજા ચાલ્યા ગયાના દાખલા છે. ૯૦થી૯૫ ટકા મતદારો ૨૦૦૨માં કયા વિધાનસભા ક્ષેત્રમાં નામ હતું. તે મોટાભાગના મતદારો જાણતા નથી અથવા તો ખબર નથી, પરિણામે ભારે વિટંબણા ઉભી થઇ છે, કલેકટર સમક્ષ પણ આ વિગતો આવી છે, તેમણે અધિકારીઓને અન્ય તમામ કામો પડતા મુકી SIR કામગીરી ઉપર જ લક્ષ્ય રાખવા આદેશો કર્યા છે, આ ઉપરાંત મતદારો સહકાર આપતા ન હોય, લોકો, મતદારો, નાગરીકો ખાસ સહકાર આપવા કલેકટર તંત્રે અપીલ કરી છે.
આ ઉપરાંત રાજકોટ આસપાસની ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો ર૦૦ર સમયે કયાં વિધાનસભા ક્ષેત્રના મતદારો હતા, તે યાદ નથી, આ લોકો ર૦૦ર ના સમયે જે તે ઝૂપડપટ્ટીમાં રહેતા હતા કે કેમ તે પણ કંઇ જાણતા નથી, શહેરનો ૧પ થી ર૦ ટકા વર્ષ અભણ છે, અને તેમને ફોર્મ ભરવામાં ભારે તકલીફો પડી રહી છે, જો કે BLO દ્વારા સહકાર અપાય છે, પરંતુ SIRની કામગીરી સમય માંગી લેશે. તે પણ હકિકત છે, તે ઉપરાંત અનેક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો પાસે કોઇ આધાર-પુરાવા નથી, એટલે નામો નીકળી જવાનો ભય રહેલો છે, અને જો આવુ થશે તો ફરી ખરાઇ કરી નામો ભરવા પડશે તે પણ હકિકત છે, હાલ તો તંત્ર ધંધે લાગી ગયું છે.
રાજકોટ તાલુકા મામલતદાર કચેરી હેઠળ શહેરના મવડી સહિતના અન્ય ક્ષેત્રોના થઇને ૧૦ર જેટલા બૂથો આવે છે, જેના પરિણામે ખૂદ મામલતદાર અને તેમના સ્ટાફને દોડવુ પડયુ છે, આવુ તો દરેક મામલતદાર કચેરી પાસે મતદારો સહકાર આપતા નહિ હોવાની બૂમરાળો છે. (૬-
(2:47 PM IST)










