<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

મેટોડાના કારખાનામાંથી ર.૯૧ લાખની ચોરીમાં ભુતપુર્વ કર્મચારી સહિત પાંચ પકડાયા

 

રાજકોટ, તા., ૧૭: મેટોડાના કારખાનામાંથી ર.૯૧ લાખના પિતળના રોમટીરીયલની ચોરી કરનાર ભુતપુર્વ કર્મચારી સહિત ત્રણ અને ચોરાઉ માલ ખરીદનાર બે સહિત પાંચને પોલીસે ઝડપી લીધા હતા.

ગઇ તા.૧૧/૧૦ના મેટોડા જી.આઇ.ડી. સી. ગેઇટ નં.૧ આવેલ ઓમનીટેક એન્‍જીનીયરીંગ લી. કંપનીમાં અગાઉ કંપનીમાં કામ કરતો આરોપી સાગર ગોપાલભાઇ રામાવત તથા તેની સાથેના અન્‍ય બે અજાણ્‍યા માણસોએ કંપનીના મેઇન ગેઇટથી ગુનાહીત અપપ્રવેશ કરી કંપનીની ઇલેક્‍ટ્રીક ક્રેઇન દ્વારા કંપનીમાં રો-મટીરીયલ વિભાગમાં રહેલ પીતળનું રો-મટીરીયલ આશરે ૪૮૬ કિ.ગ્રા., આશરે કિ.રૂ.૨,૯૧,૬૦૦/- નુ કંપનીની બોલેરો પીકઅપ વાહન નં. જીજે-૦૩-બીવાય ૦૭૧૨ માં ભરી ચોરી કરી નાશી ગયાની મેટોડા જી.આઇ.ડી.સી. પો.સ્‍ટે. માં ફરીયાદ થતા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍યએ મિલ્‍કત સબંધી ગુન્‍હાના આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગના સુપરવિઝન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી પો.સ્‍ટેના પો.ઇન્‍સ.  એસ.એચ.શર્માની રાહબરી હેઠળ સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોરી કરનાર ભુતપુર્વ કર્મચારી (૧) સાગર ગોપાલભાઇ  રહે, અંજલી પાર્ક, વીરાટ એપાર્ટમેન્‍ટ, બીલ્‍ડીંગ નં.૧ રૂમ નં.એફ-૧૦૩ મેટોડા જી.આઈ.ડી.સી. તા.લોધીકા જી.રાજકોટ મુળ રહે નાના આસોટા ગામ તા.જામ ખંભાળીયા (૨) ભીમા રામાભાઇ સાનીયા ધંધો-છુટક ડ્રાઇવીંગ રહે અંધેરી વિસ્‍તાર મચ્‍છોનગર, મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૩ ની અંદર જ્‍યોતી સી.એન.સી પાછળ તા. લોધીકા જી.રાજકોટ(૩) અશ્વીન સુરેશભાઈ સાપોલીયા જાતે પટેલ ઉવ.રર ધંધો- નોકરી રહે. ચંદ્રપાર્ક સોસાયટી, માતળછાયા વોટર સપ્‍લાયની પાછળ, મેટોડા જી.આઇ.ડી.સી. તા.લોધીકા જી.રાજકોટ મુળ રહે.જુની મોરવાડ તા.ચુડા તેમજ ચોરીનો મુદ્દામાલ રાખનાર (૪) ભરત નાનજીભાઇ મકવાણા, જાતે.અનુ.જાતિ. ઉવ.૨૯ ધંધો-ભંગારનો ડેલો રહે.કણકોટ પાટીયા હાઉસીંગ ક્‍વાર્ટર બ્‍લોક નં.૪૨૪ રાજકોટ મુળ ગામ.મોરથરા તા.થાન, (૫) વિઠ્ઠલ ઇસરાઇલ મનીહાર જાતે મનીહાર ઉવ.૩૮ ધંધો-ભંગારનો ડેલો રહે.વાવડી મેઇન રોડ, ચામુંડા હોટલની સામે, રાજકોટ મુળ ગામ.અયાહ  રાજ્‍ય યુ.પી.ને ચોરાઉ  પીતળનું રોમટીરીયલ આશરે ૪૮૬ કિ.ગ્રા. આશરે કિ.રૂ.૨,૯૧,૬૦૦ સાથે ઝડપી લેવાયા હતા.

 આ કામગીરી મેટોડા જી.આઈ.ડી.સી પો.સ્‍ટેના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  એસ.એચ.શર્મા તથા એ.એસ.આઇ. મયુરસિંહ અનિરૂધ્‍ધસિંહ,  પો.હેડ. કોન્‍સ. યોગીરાજસિંહ અજયસિંહ, પો.કોન્‍સ. રાજદીપસિંહ શુભરાજસિંહ, રવુભાઇ ટપુભાઇ, શક્‍તિસિંહ પ્રહલાદસિંહ સુભાષભાઇ લાભુભાઇ સહિતનો સ્‍ટાફ જોડાયો હતો. (૪.૫)

(11:52 AM IST)