તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Friday, 17th October 2025
આજે અગીયારસ-વાઘ બારસઃ દિપાવલી પર્વનો શુભારંભ
બજારમાં ખરીદીનો ધમધમાટઃ મહાપર્વને ઉજવવા લોકોનો થનગનાટઃ ધાર્મિક અને ફરવાલાયક સ્થળોએ લોકો ઉમટશે

રાજકોટ, તા. ૧૭: આજથી મહા પર્વ દિપોત્સવનો પ્રારંભ થયો છે. આજે અગિયારસ અને વાઘબારસ બન્ને તિથી સાથે હોવાથી બન્નેની ઉજવણી કરવામાં આવી રહી છે.
દિવાળી અને નૂતન વર્ષ પર્વ ઉજવવા માટે લોકોમાં થનગનાટ વ્યાપી ગયો છે. બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. અને લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ, કપડા, ઇલેકટ્રીક ઉપકરણો સહિતની ખરીદી કરી રહયા છે. દિવાળી-નૂતન વર્ષ પર્વમાં લોકો ધાર્મિક અને ફરવાલાયક સ્થળોએ ઉમટી પડશે અને દિવાળી વેકેશનની રજાઓ માણશે.
‘ધન તેરસ' થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય, ‘કાળી ચૌદશ' થી જીવનમાં કલહ દૂર થાય, ‘દિવાળી' થી દિલમાં માનવતાનો દીપ પ્રગટે, ‘નૂતન વર્ષ' થી જીવન નવ પલ્લવિત થાય, ‘ભાઈબીજ' થી ભાઇ બેનની પ્રીતિ વધે, ‘ત્રીજ' થી ત્રેવડ વધે, ‘ચોથ' થી ચતુરાઈ વધે, ‘લાભપાંચમ' થી પાંચ પરમેશ્વરની પરમ કળપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ શાંતિ સમળદ્ધિ સહકાર અને સુયોગ સભર નીવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવવામાં આવી રહી છે.
આજે શુક્રવારના દિવસે અગિયારસની સાથે વાઘબારસ પણ છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે દેવતા અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે કામધેનુ ગાય નીકળી એ દિવસ વાઘબારસનો દિવસ હતો. આથી આ દિવસે ગાયની પૂજાનું મહત્ત્વ વધારે છે. આજે ગાય તથા વાછરડાને શણગાર કરવો, ઘાસ નાખવું, પ્રદક્ષિણા ફરવી. આ દિવસે જો પતિ-પત્ની બન્ને સાથે ભેગા મળી અને વિષ્ણુ-લક્ષ્મીજીનું પૂજન કરે તો દાંપત્ય જીવનમાં મીઠાશ આવે છે. જે લોકોને સંતાન થતા ન હોય તો આ દિવસે પતિ-પત્ની બંનેએ ભેગા મળી ગાયની પૂજા કરવી તથા વિષ્ણુ ભગવાનની લક્ષ્મીજી સાથે પૂજા કરવી. આ વર્ષે રમા એકાદશી તથા વાઘબારસ બંને તહેવાર સાથે હોતા બંને તહેવારની પૂજા ઉપવાસ એકટાણું કર્યાનું ફળ એક સાથે મળશે. જૂની પરંપરા પ્રમાણે આ દિવસે વ્યાપારી લોકો પોતાનું જૂનું દેવું પૂરું કરે છે અને નવા વર્ષની શરૂઆત કરે છે. આમ દેવું પૂરું કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે.
ધનની તથા સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીના દિવસથી અયોધ્યાવાસીઓને શ્રીરામ ભગવાન અયોધ્યા પરત આવવાના સમાચાર મળ્યા હતા. આથી આ દિવસથી રંગોળી કરવાની શરૂઆત થઈ હતી.અગિયારસ વિષયે શાષાી રાજદીપભાઈ જોષીએ જણાવ્યું હતું.(૬.૬)
(11:08 AM IST)










