તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Saturday, 27th September 2025
વાળ કાપતી વખતે સલૂનવાળા તને અડે એ મને પસંદ નથી, શાપરની પરિણીતાને રાજકોટમાં જુના મિત્રએ લાફા માર્યા!
ત્રણેક મહિના પહેલા બે દિકરીની માતાનો પરિચય રાજકોટના શંભુદાન ગઢવી સાથે થયા બાદ સહમતિથી શરીર સંબંધ બાંધ્યા હતાં: મહિલાએ સંબંધ પુરા કરતાં ઉશ્કેરાઇ ગયોઃ તું તારા પરિવારને છોડીને મારી પાસે નહિ આવ તો મારી નાંખીશ તેવી ધમકી પણ આપીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો : મહિલાએ હું રાજકોટ મારા નહિ, દિકરીઓના વાળ કપાવવા આવી છું તેમ કહ્યું છતાં ઉશ્કેરાઇ ગાળો દઇ ધમાલ મચાવી

રાજકોટ તા. ૨૭: શાપર પંથકમાં રહેતી પરિણીતા બે દિકરીઓને લઇ રાજકોટ કેકેવી ચોક નજીક દિકરીઓના વાળ કપાવવા આવી ત્યારે રાજકોટ રહેતાં તેના જુના મિત્રએ ત્યાં આવી વાળ કાપતી વખતે સલૂનવાળા તને અડે એ મને પસંદ નથી તેમ કહી ઝઘડો કરી ગાળો દઇ લાફા મારી લેતાં અને ધમકી આપતાં તેમજ બીજા દિવસે પણ તું ઘર છોડીને મારી પાસે નહિ આવ તો આખા પરિવારને મારી નાંખીશ તેવી ધમકી આપતાં પરિણીતાએ પતિને જાણ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે શાપર વેરાવળ પંથકમાં રહેતી મહિલાની ફરિયાદ પરથી કોઠારીયા રોડ હુડકો ચોકડી શ્રીહરિ સોસાયટી સ્વાતિ પાર્ક રોડ પર રહેતાં શંભુદાન ભીમદાન ગઢવી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારે સંતાનમાં બે દિકરી છે. ત્રણેક મહિના પહેલા મારો પરિચય એક પડોશી મારફત રાજકોટના શંભુદાન ભીમદાન ગઢવી સાથે થયો હતો. આ ઓળખાણ બાદ અમે ફ્રેન્ડ બન્યા હતાં. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણેક મહિના પહેલા મેં મારા જુના ફ્રેન્ડ સાથે અમારી એકબીજાની મરજીથી શરીર સંબંધ રાખ્યા હતાં. ત્યારબાદ ૨૦/૯ના રોજ હું મારી બે દિકરીઓને લઇને રાજકોટ કેકેવી ચોક નજીક બોનાન્ઝા સલૂન પાસે આવી હતી.
હું અહિ આવી રહ્યાની જાણ મેં શંભુદાન ગઢવીને કરી હતી. જેથી તે ત્યાં આવ્યો હતો અને મને કહ્યુ઼ હતું કે-સલૂનવાળા વાળ કાપી તને અડે એ મને પસંદ નથી. તેમ કહી તે ઉશ્કેરાઇ ગયો હતો. જેથી મેં કહેલું કે હું મારા વાળ કપાવાવન થી આવી પણ મારી દિકરીઓના વાળ કપાવવા આવી છું. આમ છતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો દઇ બે-ત્રણ ઝાપટો મારી લીધી હતી. આથી મેં તેને કહેલું કે-મારે તારી ાસથે કોઇપણ પ્રકારનો વ્યવહાર રાખવો નથી. આ સાંભળી તે વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને મારી બંને દિકરીઓને તથા મને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી તેણે મને સમજાવતાં અમારે સામાધાન થઇ ગયું હતું. જેથી હું રિક્ષામાં બંને દિકરીઓને લઇને નીકળી ગઇ હતી.
ત્યારબાદ બીજા દિવસે બપોરે ફરીથી શંભુદાને મને મારી નાખવાની ધમકી આપી હતી કે-તું તારા પરિવારને છોડી દેજે અને મારી સાથે રહેવા આવી જાજે, નતિર તને તારા પરિવાર સાથે પતાવી દઇશ. આવી ધમકી આપતાં મેં મારા પતિને આ અંગે વાત કરી હતી. જેથી મારા પતિ અને તેના મિત્રએ પોલીસને અરજી આપી હતી. જેના આધારે હવે મેં ફરિયાદ દાખલ કરાવી છે. શંભુદાન સાથે મારે અગાઉ જુના ગાઢ મિત્રતાના સંબંધ હતાં. દરમિયાન હું દિકરીઓના વાળ કપાવવા રાજકોટ આવી તેની જાણ થતાં શંભુદાને મારી પાસે આવી સલૂનવાળા તારા વાળ કાપે તને અડે એ મને પસંદ નથી કરી ગાળો દઇ ઝાપટો મારી લીધી હતી. તેમજ મેં સંબંધ રાખવાની ના પાડતાં સમગ્ર પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. બીજા દિવસે પણ તેણે મને ઘર છોડીને તેની પાસે આવી જવાનું કહી ધમકાવતાં અંતે મેં પતિને જાણ કરી હતી. તેમ વધુમાં મહિલાએ કહેતાં પીઆઇ એચ. એન. પટલની રાહબરીમાં પીએસઆઇ એન. આર. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:34 PM IST)










