News of Saturday, 27th September 2025
શાપરમાં ૬ કોર્મશીયલ બાંધકામો તોડી પાડતુ
તંત્રઃ રાા કરોડની ર હજાર ચો. મી. જમીન ખુલ્લી

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ કલેકટરની સુચના અને સીટી પ્રાંત-ર ના માર્ગદર્શન હેઠળ કોટડા મામલતદાર શ્રી ગુમાનસિંહ જાડેજા તથા નાયબ મામલતદાર દબાણ-ર એચ. એ. ચુડાસમાએ તાલુકાના શાપર ગામે બિનધિકૃત વ્યકિતઓએ ઔદ્યોગિક તથા વાણિજય હેતુસર ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવી દિધું હતું.
દબાણદારોને નોટિસો આપી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં અમુક આસમીઓએ દબાણ દૂર કરેલ ન હોવાથી આજ રોજ તમામનું દબાણ દૂર કરવામાં આવેલ છે. સદરહું દબાણવાળી જગ્યામાં કુલ.૬ જેટલા આસામીઓએ દબાણ કરેલ હતા. જેનું ક્ષેત્રફળ આશરે ૨૦૦૦ ચો.મી. થાય છે, દબાણવાળી જમીનની આશરે કુલ બજાર કિંમત રૂપિયા ૨.૫૦ કરોડ ની હોવાનું જણાય છે. જાહેર કરાયું છે
(11:17 AM IST)










