<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

કોલેજવાડીની શ્રી નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસની રમઝટઃ છ દાયકાથી થતું ગરબીનું આયોજન

તાતણીયા ધરાવાળી ખોડલમા બોલાવે તમને બાળ, ખોડીયાર મુકો અબોલડા...

રાજકોટઃ નવલા નોરતામાં શહેરભરની  ગરબીઓમાં પ્રાચીન રાસની જમાવટ થઈ રહી છે. ગરબીઓમાં બાળાઓના ગરબા નિહાળવા મોટી સંખ્‍યામાં ભાઈ-બહેનો ઉમટી પડતા જોવા મળે છે. ત્‍યારે શહેરની મધ્‍યે કોટક સ્‍કૂલ પાસે ૧-કોલેજવાડી ખાતે ૫૯ વર્ષથી શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે.  ગરબીની ૩૦ બાળાઓ દ્વારા ગાયક મહેશ જોશી અને ઢોલકમાં ધર્મેન્‍દ્ર ચૌહાણના સંગાથે રાસ ઉપરસવામાં આવે છે. ગરબીનું સંચાલન મહેશ જોષી અને ધારા દવે દ્વારા કરવામાં આવે છે. તસ્‍વીરમાં રાસે રમતી બાળાઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:26 PM IST)