<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

સોમવારે રાજકોટમાં દલિત સ્‍વાભિમાન સંમેલન.

ડો. બાબા સાહેબ આંબેડકરજીના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર અને દિલ્‍હીના પૂર્વ કેબીનેટ મંત્રી રાજેન્‍દ્રપાલ ગૌતમની અધ્‍યક્ષતામાં : * અનુસુચિત જાતિના વિકાસ માટે ખેતીની જમીન ભુમાફીયાઓને પધરાવી દેવા મામલે * નાનામૌવામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હટાવી દેવાના કેસમાં વિઝિલન્‍સ તપાસ કરાવવા * મ્‍યુ.કોર્પોરેશનમાં ફુલટાઇમના બદલે કાયમી ધોરણે સફાઇ કામદારોની નિમણુંક આપવા * ડો. બાબા સાહેબ આંબેડકરજીના તૈલચિત્ર મુકવા અંગે અને એસ.ઇ.ડબલ્‍યુ.એસ.ના અનામત પ્‍લોટના હેતુ ફેર બાબતે અવાજ ઉઠાવાશે * આ મુદ્દે ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં ન્‍યાયી ઉકેલ ન આવે તો ઓકટોબરથી સૌરાષ્‍ટ્ર વ્‍યાપી જનજાગૃતિ આંદોલનની ચીમકી

રાજકોટ તા. ૧૩ : અનુસુચિત જાતિ સમાજ દ્વારા આગામી તા. ૧૫ ના સોમવારે રાજકોટમાં દલિત સ્‍વાભિમાન સંમેલનનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંમેલન આયોજન કમીટીના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે અનુસુચિત જાતિને સ્‍પર્શતા પાંચ જેટલા મુદ્દાઓને લઇને આ સંમેલન તા. ૧૫ ના સવારે ૧૦.૩૦ વાગ્‍યે હોટલ મીન્‍ટ, જુના એરપોર્ટ રોડ, છોટુનગર સામે, રાજકોટ ખાતે આયોજીત કરાયુ છે.

આગાઉ રજુઆત થવા છતા આજ સુધી જે પાંચ મુદ્દાઓ પર ધ્‍યાન નથી અપાયુ તે પાંચ મુદ્દાઓમાં ન્‍યાય મેળવવા આ સંપેલન બોલાવવામાં આવ્‍યુ છે.

જેમાં (૧) અનુસુચિત જાતિના વિકાસ માટે સરકારે ખેતીની જમીન રા.તા.અનુ.જાતિ ખેડુત સહકારી મંડળીને આપેલ જમીનો જે તે અધિકારીઓ દ્વારા દલિતો પાસેથી છીનવી હેતુ ફેર કરી દેવાય તે મામલે ફરીથી તપાસ શરૂ કરાવવા (ર) નાનામૌવા વિસ્‍તારમાંથી ડો. બાબા સાહેબ આંબડેકરની પ્રતિમા હટાવી દેવાના કેસમાં વિજિલન્‍સ તપાસ સમિતિ રચવા, (૩) મ્‍યુ. કોર્પોરેશનમાં ફુલટાઇમ સફાઇ કામદારોની ભરતીના બદલે કાયમી ધોરણે ભરતી કરવા માંગણી (૪) રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનમાં ડો. બાબા સાહેબનું તૈલચિત્ર મુકવા થયેલ ઠરાવની તાકીદે અમલવારી કરવા (૫) રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન દ્વારા  એસ.ઇ.ડબલ્‍યુ.એસ.ના અનામત પ્‍લોટમાં નિયમોની ઐસીતૈસી કરી દલિતોના હકકની જમીનો અન્‍યને ફાળવી દેવાઇ છે તે પરત લઇ લેવા આ સંમેલનમાં અવાજ ઉઠાવવામાં આવશે.

ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર શ્રી ભીમરાવ યશવંતરાવ આંબેડકર અને દિલ્‍હીના પૂર્વ કેબીનેટ મંત્રી રાજેન્‍દ્રપાલ ગૌતમની ઉપસ્‍થિતિમાં રાજકોટ ખાતે યોજાયેલ આ સંમેલનમાં મોટી સંખ્‍યમાં અનુસુચિત જાતિ સમાજના લોકો ઉમટી પડશે.

સંમેલનમાં ગહન ચર્ચા વિચારણા કરાયા બાદ છેલ્લુ અલ્‍ટીમેટમ અપાશે. જે મુજબ ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં જો ન્‍યાયી પગલા ન ભરવામાં આવે તો ઓકટોબર માસથી સૌરાષ્‍ટ્રભરમાં જનજાગૃતિ આંદલન ચલાવવાની ચીમકી ઉચ્‍ચારવામાં આવશે. તેમજ ૨૦૨૬ની ૧૮ એપ્રિલે ફરી રાષ્‍ટ્રીય નેતાઓની ઉપસ્‍થિતીમાં મહાપંચાયતનું આયોજન કરાશે. તેમ કમીટીના આગેવાનોએ જણાવ્‍યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા દલિત સ્‍વાભિમાન સંમેલનના આયોજન કમીટીના સર્વશ્રી પૂર્વ ધારાસભ્‍ય સિધ્‍ધાર્થ પરમાર (મો.૯૮૯૮૫ ૦૭૭૦૩), મ્‍યુ. કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા (મો.૯૮૨૫૧ ૬૫૧૯૧), પૂર્વ તા.પ્રમુખ બાબુભાઇ ડાભી, કે.સી.સી. પ્રદેશ પ્રમુખ ભરતભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્‍ય ચંદ્રકાન્‍તભાઇ વાઘેલા, બૌધ્‍ધ વિહાર કણકોટ પ્રમુખ મોહનભાઇ રાખૈયાા, ફેર પ્રાઇઝ એસો. પ્રમુખ માવજીભાઇ રાખશીયા, રાજકોટ તા.ખે.સ.મંડળી પ્રમુખ શૈલેષભાઇ પરમાર, કર્મચારી એકતા મંડળના ઉપપ્રમુખ પ્રકાશભાઇ સોલંકી, બહુજન સમાજ પાર્ટી રાજકોટ ઝોન પ્રભારી દિનેશભાઇ પડાયા, બી.એસ.પી. લીડર જીતુભાઇ મહીડા, કે.સી.સી. રાજકોટ શહેર પ્રમુખ મીલીંદભાઇ પરમાર, નિવૃત્ત કસ્‍ટમ ઓફીસર બિપીનભાઇ રાઠોડ, સામાજીક ન્‍યાય સમિતિ હડાળા ચેરમેન મુકેશભાઇ પરમાર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

 

(2:45 PM IST)