News of Wednesday, 3rd September 2025
જીલ્લા ગાર્ડન ચોકમાં વિપુલને ત્રણ શખ્સોએ પાઇપથી માર માર્યો

રાજકોટ તા. ૩: ઘાંચીવાડ પાસે નવયુગપરા-૨માં રહેતાં અને રોડ રોલર ચલાવવાનું કામ કરતાં વિપુલ જેસીંગભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૨)ને તે જીલ્લા ગાર્ડન ચોકમાં હતો ત્યારે હરેશ, કાળુ, ઇકુડો સહિતે પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. વિપુલના કહેવા મુજબ પોતે ચોકમાં હતો ત્યારે આ શખ્સો ગાળો બોલતાં હોઇ ના પાડતાં હુમલો કરાયો હતો. આ શખસોએ નશો કર્યો હોય તેવું લાગતું હતું.
(4:01 PM IST)










