News of Tuesday, 2nd September 2025
કુવાડવા ત્રણ મહિનાથી ફરાર વિશાલ અને સંજય પકડાયા: એલસીબી ઝોન-૧ ટીમના મનરૂપગીરી ગિસ્વામી, હીતેન્દ્રસિંહ ઝાલા અને રવિરાજભાઈ પટગીરની બાતમી

રાજકોટઃ શહેરના ઘોડા પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ દારૂનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં ફરાર એવા બે શખ્સો ચોટીલાના ઝીંઝુડા ગામના વિશાલ ભીખુભાઈ ઓળખ્યા તથા સંજય બાબુભાઈ સારલાને શહેર એલસીબી ઝોન વન ટીમે પકડી લઈ કુવાડવા પોલીસને સોંપ્યા છે.
ફરાર આરોપીઓને શોધવા માટે ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસ આઇ ગોસ્વામી તથા હેડકોન્સ હિતેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલને બાતમી મળતા વિશાલ અને સંજયને ઝડપી લીધા હતા. આ પૈકી વિશાલ અગાઉ એરપોર્ટ પોલીસ નાની મોરલી પોલીસના ત્રણ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો જ્યારે સંજય પણ સુરેન્દ્રનગરના ત્રણ ગુનાઓમાં પકડાયો હતો. ડીસીપી સજજનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી.વી. ચુડાસમા,એ. એસ આઈ મનરૂપગીરી ગોસ્વામી, હરેશભાઈ પરમાર, હિતેશભાઈ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા અને રવિરાજભાઈ પટગીરે આ કામગીરી કરી હતી.
(3:43 PM IST)










