તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Tuesday, 2nd September 2025
નવી જંત્રી અમલમાં આવે તે પહેલા જમીન-મકાન-ફલેટની ખરીદી-વેચાણમાં નોંધપાત્ર વધારોઃ તંત્રને ૬પ કરોડની આવક
સૌથી વધૂ રતનપર ક્ષેત્રના ૧પ૯૦ તો સૌથી ઓછા જામકંડોરણા વિસ્તારમાં પપ દસ્તાવેજો નોંધાયા

રાજકોટ, તા. રઃ રાજ્ય સરકાર આગામી મહિનામાં નવી જંત્રીની જાહેરાત કરે અને તેનો અમલ થાય તે પહેલાં જ રાજકોટ શહેર અને જિલ્લામાં જમીન, મકાન, ફલેટ અને ખુલ્લા પ્લોટની ખરીદી-વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સબ-રજિસ્ટ્રાર કચેરીના અધિકારી સૂત્રોએ આજે સવારે પત્રકારોને જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં કુલ ૧૧,૨૫૨ દસ્તાવેજોની નોંધણી થઈ છે, જેણે તિજોરીને કરોડોની આવક કરાવી છે.
શહેર અને જિલ્લાના કુલ ૧૮ ઝોનમાં કુલ ૧૧,૨૫૨ દસ્તાવેજો નોંધાયા છે. આ નોંધણી દ્વારા રૂા. ૯,૧૫,૪૨,૭૫૭ ની ફી અને રૂા. ૫૫,૮૪,૫૧,૪૫૭ ની સ્ટેમ્પ ડ્યુટી (ભરાયેલ ડ્યુટી) સહિત કુલ રૂા. ૬૪,૯૯,૯૪,૨૧૪ ની આવક થઈ છે. આ ૧૮ ઝોનમાં સૌથી વધુ દસ્તાવેજો રાજકોટ-૨ મોરબી રોડ વિસ્તારમાં ૧૫૯૦ નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા દસ્તાવેજો જામકંડોરણામાં ૫૫ અને વીંછિયામાં ૬૧ નોંધાયા છે.
અન્ય સબ-રજિસ્ટ્રાર કચેરીઓના આંકડા જોઇએ તો ગોંડલ ૧૦૧૫, રાજકોટ-૬ મવડી ૧૦૮૦, જેતપુર ૫૯૩, ઉપલેટા ૩૮૭, રાજકોટ-૪ રૈયા ૮૬૭, ધોરાજી ૨૫૯, રાજકોટ-૩ રતનપર ૮૩૦, રાજકોટ-૧: ૭૭૨, કોઠારીયા ૭૫૭, કોટડાસાંગાણી ૪૧૧, રાજકોટ-૫ નાના મવા ૬૭૧, લોધિકા ૭૨૮, જસદણ ૪૩૭, પડધરી ૧૯૯, રાજકોટ-૮ રૂરલ ૫૪૦ દસ્તાવેજોની નોંધણી થયાનું જાહેર કરાયું છે.
(4:06 PM IST)










