News of Saturday, 30th August 2025
સોમવારે બી.સી.આઈ. મેમ્બર દીલીપ પટેલનું રાજકોટ બાર એસોસિયેશન દ્વારા અદકેરૂ સન્માન કરાશે
વિવિધ બાર એસો. દ્વારા પણ સન્માન કરવામાં આવશે

રાજકોટ, તા.૩૦: ગુજરાતના જાણીતા જાગળત એડવોકેટ અને બાર કાઉન્સીલ ગુજરાતના પૂર્વ ચેરમેન, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના વેલ્ફેર કમીટીના ચેરમેન, બી.સી.આઈ.ના ચેરમેન શ્રી મનન મિશ્રાએ તેમને સહઅધ્યક્ષ (કો.ચેરમેન) બનાવતા રાજકોટ બાર એસો. દ્વારા દીલીપ પટેલનું સોમવારે બપોરે ૧:૩૦ કલાકે બાર એસોસીયેશન દ્વારા અદકેરૂ સન્માન કરવાનો કાર્યક્રમ કરેલ છે.
હંમેશા વકીલોના મદદગાર બનતા દીલીપ પટેલના સન્માન નિમિત્તે રાજકોટ બાર એસો.ના સહિત અન્ય તમામ બાર એસો., મહિલા બાર એસો., નોટરી બા૨, રેવન્યુ બા૨, કલેઈમ બાર, વોઈસ ઓફ લોયર્સ દ્વારા આ તબકકે મોટી સંખ્યામાં સન્માનમાં જોડાઈ અને તમામ એસો. દ્વારા દીલીપ પટેલનું સન્માન કરવામાં આવશે.
આ ઉપરાંત એડવોકેટ દીલીપ પટેલના સન્માન માટે રાજકોટ નજીકના ત્રણથી ચાર બાર એસો. પણ સન્માનમાં જોડાશે. રાજકોટ બાર એસો.ના પ્રમુખ શ્રી પરેશભાઈ મારૂ, ઉપ-પ્રમુખ સુમીતભાઈ વોરા, સંદીપ વેકરીયા, કેતન મંડ, જીતુભાઈ પારેખ, પંકજ દોંગા, રક્ષાબેન ઉપાધ્યાય સહિત દ્વારા કાર્યક્રમની તડામાર તૈયારી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત રાજકોટ બાર એસો.ના કારોબારી તુષાર દવે, નિકુંજ શુકલા, સંજય ડાંગર, હિરેન ડોબરીયા, કિશન વાલ્વા, મુનીષ સોનપાલ, અશ્વિન રામાણી, પરેશ પાદરીયા, પ્રગતી માંકડીયા સહિતના આગેવાનો દ્વારા દરેક વકિલોનો સંપર્ક કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવેલ છે.
(3:08 PM IST)










