News of Tuesday, 26th August 2025
જે.કે.ચોક ગણેશોત્સવમાં જર્મન એ.સી.ડોમઃ સફેદ ઉંદરો દાદાની પ્રદક્ષિણા કરશે

રાજકોટઃ શહેરના હૃદયસમા યુનિવર્સિટી રોડ પર જે. કે. ચોક ખાતે ગણેશોત્સવનું જાજરમાન આયોજન શિવશકિત યુવા ગૃપ દ્વારા કરવામાં આવ્યું છે. વરસાદી માહોલમાં પણ શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
છેલ્લા ૧૬ વર્ષથી યુનિવર્સિટી રોડ પર જે. કે. ચોક ખાતે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ જાજરમાન આયોજન કરી શિવશકિત યુવા ગૃપે કંઈક નવું જ નજરાણું રાજકોટના દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે.
ગણપતિદાદાની પધરામણી જાણે કોઈ મંદિરમાં સ્થાપના થતી હોય તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. જર્મન એ.સી. ડોમમાં આશરે ૩૦૦ થી ૪૦૦ ભકતો એકી સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શિવશકિત યુવા ગૃપના ૫૦ જેટલા સભ્યો દ્વારા સુરક્ષાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે.
શ્રદ્ધાળુઓ સાથે નાના ભુલાકાઓ દર્શનાર્થે આવે છે ત્યારે માનવમંકી દ્વારા રોજ મનોરંજન પુરૂ પાડવામાં આવેલ છે. ગણપતિ દાદાની મૂર્તિ દર વર્ષે એક જ ડિઝાઈનની અને ઈકોફેન્ડલી હોય છે. આ વર્ષે નિયમ અનુસાર ૯ ફુટની ગણપતિ દાદાની મૂર્તિ રાખવામાં આવેલ
જુનાગઢના પંચ દશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુ દ્વારા તા. ૩૧ના રોજ મહાઆરતી કરવામાં આવશે.
ઓપરેશન સિંદૂરને દેશની જનતા કેમ ભુલી શકે. દેશની રક્ષા કરનારા જવાનોને યાદગાર બનાવવા માટે તા. ૨૭ની પ્રથમ આરતી આર્મી જવાનો દ્વારા ઉતારવામાં આવશે તેમજ દેશની રક્ષા પુરી પાડનાર બંને દિકરીઓ સોફીયા કુરેશી અને વ્યોમિકાસિંહ ને પણ યાદ કરવાનો અવસર શિવશકિત યુવા ગૃપ દ્વારા યોજવામાં આવશે.
ડોમને શણગાર મીકુટલાલ ક્રાઉન રોડ એટલે કે ડોમની અંદર મંદિર ઉભુ કરવામા઼ આવ્યું છે અને શીખર લાલ કલરનું બનાવવામાં આવ્યું છે.લાઇટીંગ ડેકોરેશન પણ આકર્ષણનું કેન્દ્ર બની જાય તે પ્રકારનું લાઇટીંગ કરવામાં આવેલ છે.
રોજ રાત્રીના મહાઆરતી રાત્રીના ૮ કલાકે અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાત્રીના ૯.૩૦ કલાકે શરૂ કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર ટ્રાફિક સમસ્યા અને સફાઇ ઉપર આ વર્ષે ધ્યાન દેવામાં આવશે.
ગણેશોત્સવમાં રોજે રોજના સાંસ્કૃતિક કાર્યક્રમો આ મુજબ છે.
તા. ૨૭-સત્યનારાયણ ભગવાનની કથા, તા.૨૮-રાધે કાન ગોપી ગૃપ (ભાયાવદર), તા.૨૯-કારાઓકે નાઈટ (ખુશ્બુ મ્યુઝીકલ ગૃપ) તા.૩૦-બ્લડ ડોનેશન કેમ્પ, તા.૩૧-દાંડીયા રાસ (બહેનો માટે) માર્ગી પટેલ મયુર બુદ્ધદેવ, તા.૧/૯- સાંસ્કૃતિક કાર્યક્રમ, તા.૨/૯- રામા મંડળ (ઢોલરા), તા.૩//૯- ડાયરો (સાગર મેસવાણીયા, શ્રૃતિ દુધરેજીયા), ૪/૯-પાણી પરી સ્પર્ધા અને ગેમ્સ (બાળકો-બહેનો માટે) , તા.૫/૯- ડાન્સ કોમ્પીટીશન (બાળકો), તા.૬/૯- વિસર્જન તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો રાત્રે ૯.૩૦ વાગે શરૂ થશે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:52 PM IST)










