News of Friday, 22nd August 2025
બહેનો સ્વનિર્ભર બને તે માટે પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા વિભુષા હસ્તકલા પ્રદર્શન-વેચાણ
સુકાનાસ્તા, હેન્ડીગ્રાફટ, કાપડ, ઈમીટેશન જ્વેલરી સહિતની ઢગલા બંધ આઈટમોનું પ્રદર્શનઃ જાહેર આમંત્રણ

રાજકોટઃ શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર છેલ્લા ૬૦ વર્ષથી બહેનો સ્વનિર્ભર બને, અભ્યાસુ બને તથા બહેનો દ્વારા બનેલ હસ્ત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરે છે. અને વધુ ને વધુ બહેનો આગળ વધે તે માટે કમ્પ્યુટર શિક્ષણ, સિવણ તાલીમ વર્ગ, પુસ્તકાલય, વાંચનાલય, મહિલા પુસ્તકાલય, વર્કિંગ વુમન, હોસ્ટેલ તથા મહેંદી વર્કશોપ, કુકિંગ કોમ્પિટિશન જેવી વિવિધ આધુનિક પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે.
શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે રાજકોટ દ્વારા મહિલા ઉત્થાન, મહિલા સશક્તિકરણ તથા સ્વનિર્ભર બને તે હેતુથી તા.૬/૯ શનિવારના રોજ બપોરે ૪ થી ૮ અને તા.૭/૯ રવિવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૮ સુધી બહેનો માટે ‘‘વિભૂષા'' હસ્તકલા પ્રદર્શન તથા વેચાણ અને આનંદ મેળાનું આયોજન કરેલ છે. બહેનો દ્વારા ઘરે બનાવેલ સૂકા નાસ્તા, પાપડ, ખાખરા, ખાણીપીણીના સ્ટોલ, હેન્ડીક્રાફટ, મોતીકામની વસ્તુઓ, કાપડની વસ્તુઓ, જિયાણા તથા આણાની વસ્તુઓ, તોરણ, રંગોલી, ઈમિટેશન જ્વેલરી, રજવાડી પર્સ, ડેકોરેટિવ ગ્લાસ કેન્ડલ્સ, હેન્ડ મેડ ઓર્નામેન્ટસ, કવર વિવિધ જાતની ચોકલેટ્સ, દીવડાઓ કુર્તી, ડ્રેસ મટીરીયલ, હર્બલ પ્રોડક્ટસ, સિલેકટેડ પુસ્તકો વગેરે જેવી અનેક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ રાખેલ છે. પ્રદર્શન નિહાળવા માટે રાજકોટની જનતાને જાહેર નિમંત્રણ અપાયું છે.
‘‘વિભૂષા'' હસ્તકલા પ્રદર્શન તથા વેચાણમાં ઈચ્છુકે રજીસ્ટ્રેશન માટે કાર્યાલયનો સંપર્ક સવારે ૧૧ થી ૫ દરમિયાન કરવો. તથા હિનાબેન રાવલ ૮૪૬૦૨૧૦૫૩૧, મીલીબેન કુંડલીયા ૮૮૪૯૮૦૮૦૭૨, રમાબેન પંચાસરા ૯૨૭૪૪૯૨૧૪૭ પર સંપર્ક કરવો.
તસ્વીરમાં સંસ્થાના શ્રી મીલાબેન કુડલીયા ૮૮૪૯૮ ૦૮૦૭૨, ભારતીબેન નથવાણી ૯૭૨૪૯ ૧૭૪૫૫, હિનાબેન રાબ્લ ૮૪૬૦૨ ૧૦૫૩૧, રમાબેન પંચાસરા ૯૨૭૪૪ ૯૨૧૪૭ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૨૪)
(3:48 PM IST)










